ડૉ. સ્મિતા ત્રિવેદી

સ્મિતા ત્રિવેદી

૨૦૧૯ની સાલમાં એસ.એમ.એન.કે. દલાલ એજ્યુકેશન કોલેજમાંથી એસો. પ્રોફેસર તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. હવે સાહિત્ય, અધ્યાત્મ અને સંગીતમાં પ્રવૃત્ત રહીને જિંદગીની અસલી મજા માણી રહી છું. આ વેબસાઇટ થકી લોકો સાથે સંપર્કમાં રહીને પરસ્પર વિકાસ સાધવાના પ્રયાસો કરી રહી છું.

સમાજ તરફથી જ બધું ઝિલ્યું છે. પૂ. પપ્પાજી, દિવ્યેશ અને મારા (સહિયારાં) સર્જનને આ અનંત વિશ્વમાં લોકો સમક્ષ પ્રસ્તુત કરવાનો આ નમ્ર પ્રયાસ છે. આ બધું જ લોકોનું જ છે, મને નિમિત્ત બન્યાનો આનંદ છે.

સાહિત્ય સર્જન

કાવ્ય સંગ્રહ

મારી સંવેદનાઓ શબ્દ થકી અવતરી. એને કાવ્ય સ્વરૂપ કહેવું કે નહીં તે જાણતી નથી, પણ મારી લાગણીઓને મળેલી વાચા જરૂર છે.

અધ્યાપન સામગ્રી

ગુજરાતી, મનોવિજ્ઞાન, શૈક્ષણિક માર્ગદર્શન, યોગ શિક્ષણ, અભ્યાસક્રમમાં ભાષા, જાતિ અને શિક્ષણ જેવા વિષયો ભણાવતી વખતે જે અધ્યાપન સામગ્રી તૈયાર કરી હતી તેની પીપીટી સ્વરૂપે રજૂઆત.

અભ્યાસ લેખો

અધ્યયન – અધ્યાપનના ત્રીસ વર્ષના અનુભવો દરમ્યાન જે વિચારવલોણું થયું તેનો પરિણતિ એટલે મારા અભ્યાસ લેખો. કેટલાક સંશોધનો પણ હશે.

શૈક્ષણિક પુસ્તકો

ભાષા, સ્વની સમજ, જાતિગત સમાનતા અને શિક્ષણ વિષયક સંદર્ભ પુસ્તકોની પ્રસ્તુતિ.

Contact
(Dr. Smita Trivedi)

%d bloggers like this: