દિવ્યેશ ત્રિવેદી

‘સમભાવ’ દૈનિકમાં પત્રકાર તરીકે

દિવ્યેશ ત્રિવેદી

દિવ્યેશ ત્રિવેદી મારા પતિ કરતાં વિશેષ મારા સખા, પથદર્શક અને મારી ચેતનયાત્રાના રાહબર રહ્યા છે. તેઓએ જીવનલીલાને બહુ જ વહેલી સંકેલી લીધી, પણ અક્ષરદેહના એક શાશ્વત સામ્રાજ્યનું ચિરંજીવ સર્જન કરતા ગયા. આ સર્જયયાત્રા સાથે આપ સર્વના આત્મિક અનુસંધાન અર્થે ઉપસ્થિત થયા છીએ. લેખન અને વાચન એમના અંતિમ સમય સુધી સાથી બની રહ્યા હતા. વિષય પસંદગીની સીમાઓ તેઓ માટે ક્યારેય મર્યાદા બની જ નહીં. કોઇ એમના રસિક વિષયો અંગે પૃચ્છા કરે તો તેઓ કહેતા કે, ‘સેક્સ ટુ સાયકોલોજી અને ગઝલ ટુ ગાયનેકોલોજી’. એમની સર્જનયાત્રામાં અધ્યાત્મ, મનોવિજ્ઞાન, શિક્ષણ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, પર્યાવરણ, મેનેજમેન્ટ, આરોગ્ય અને વૈદકશાસ્ત્ર, રાજકારણ, શેરબજાર, રમત-ગમત, વિજ્ઞાન  અને સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાવ્ય/ગઝલ/ટૂંકીવાર્તા/નવલકથા/નિબંધ/સમીક્ષા વગેરેનો સમાવેશ થાય છે. આ સમગ્ર અક્ષરદેહને આપ સહુ સમક્ષ પ્રસ્તુત કરીને હું ઋણમુક્ત બનીશ એવો ભાવ નિઃસંદેહ નથી, પણ દેવામુક્ત બની શકીશ એવી શ્રદ્ધા ચોક્કસ છે.

સાહિત્ય સર્જન

કાવ્ય સંગ્રહ

એક પત્રકાર તરીકે પ્રતિબદ્ધ અને એક સંવેદનશીલ કવિનું અદભુત સાંમજ્સ્ય એટલે દિવ્યેશ ત્રિવેદી.

નિબંધ સંગ્રહ

મૌલિક વિચાર શક્તિ, અનન્ય ચિંતન શક્તિ દ્વારા કોઇ એક વિષય પર અનોખું શબ્દ ચિત્ર એટલે દિવ્યેશના નિબંધો. પછી તે મૌન હોય કે વેલેન્ટાઇન ડે!

ટૂંકી વાર્તા

સતત ખુલ્લી આંખો અને સતત ખુલ્લા કાન અને વાણીનું મૌન. એ થકી દુનયાના અનુભવોને અને તેના અવલોકનોને કથા સ્વરૂપે ગૂંથ્યા, તેની પ્રસ્તુતિ એટલે ટૂંકી વાર્તાઓ

Contact
(Dr. Smita Trivedi)

%d bloggers like this: