૮. એ ગલી છે સાંકડી જોજો જરા!

આભને પાંખો કદી વાગી જશે

રાતનું પક્ષી પછી ભાગી જશે.

કાગડો રજકણ બની ભમતો હશે

પણ રવિ કાળાશને તાગી જશે.

છાપરે બેઠી હશે ઘાયલ પળો

ઘા બધા એકાંતના માંગી જશે.

રાતના છલકી જતાં એકાંતને

શ્વાસ કેરી લૂ ફરી લાગી જશે.

એ ગલી છે સાંકડી જોજો જરા

પાંદડાં સૂતાં હશે જાગી જશે.

Published by Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

7 thoughts on “૮. એ ગલી છે સાંકડી જોજો જરા!

 1. “પાંદડાં સૂતાં હશે જાગી જશે” – કેટલી સૂક્ષ્મ સંવેદનશીલતા! તમારી રચનાઓ વાંચતી વખતે જાણે તમારૂં પઠન સાંભળી રહી હોઉં એવું અનુભવાય છે. વર્ષો પહેલાં થીજી ગયેલી પળો સજીવન થઇ સળવળી ઉઠે છે.

  પ્રિય સ્મિતાબહેન, આ બઘી જ રચનાઓ વહેંચવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

  Like

 2. તમારા વિચારો ને સમજવાનો અને અનુભવવાનો લાભ મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે.અને ફરીથી જ્યારે આ તમારી રચનાઓ વાંચતા તમે સમક્ષ હોવાની અનુભૂતિ થાય છે. Thanku Ma’m.

  Like

  1. પ્રિય જયશ્રી, આવા સંવાદ થકી ફરીથી જોડાઇએ છીએ તેનું જ નામ અનુસંધાન. તમે જ ભાગ્યશાળી છો તેવું નથી, હું પણ કદાચ વધારે!!!
   આ રીતે મળતાં રહીશું. અન્ય કૃતિઓ અવકાશે વાંચીને આમ જ મળતી રહેજે.

   Like

 3. ખૂબ સુંદર,એમ થાય કે તમે પ્રત્યક્ષ છો અને આપની સમક્ષ મૂકી બની આ સંવેદનશીલ જગતમાં બસ તલ્લીન થઈને તેમાં ડૂબકી લગાવી રહ્યા

  Like

  1. સ્નેહી ડૉ. સોનલબેન,
   અસ્તિત્વ મળવાના કેવા સુંદર રસ્તાઓ મોકલી આપે છે!!
   સંવેદનઓને તો વહેવું જ છે. પછી તે વાણી થકી હોય કે લિપિ થકી હોય!!!
   તમે લાગણીથી તરબતર છો એટલે આ જગતમાં ડૂબકી લગાવી શક્યા. કવિતાને આવો શ્રોતા મળે તો કવિતા ધન્ય થઇ જાય!
   આ રીતે પણ મળતાં રહીશું. તમારા પ્રતિભાવોની રાહ જોવાનું મન પણ થશે જ.

   Like

 4. ખૂબ સરસ…મેડમ… આવી પોસ્ટ મૂકજો નવાં વિષય સાથે

  Like

  1. પ્રિય હેતલ,
   કાવ્ય પર સરસ પ્રતિભાવ આપીને મન ખુશ કરી દીધું. આ વેબને સતત વાંચતા રહેજો અને લોકોને જણાવતા રહેજો. તેને ફૉલો પણ કરજો.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: