૧૦. તડકો

અંધારાને નડે તડકો

ગુફા સાથે લડે તડકો.

ભલે શોધું કણે કણમાં

અંગે મારા જડે તડકો.

સરકતો એ નિહાળું ત્યાં

 ફરી પાછો ચડે તડકો.

ધરી બે હાથમાં રોકું

છતાં નીચે પડે તડકો.

કિટાણુઓ મરે એમાં

નિરવ ઘરમાં સડે તડકો.

જતો પાતાળમાં ઊંડે

 હવાને ના અડે તડકો.

જરા આંખે ઝરી લેજો

હ્રદયમાં તો રડે તડકો.

Published by Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

4 thoughts on “૧૦. તડકો

  1. વાહ! ભાભી, તમે કવિતાઓ વાંચીને અભિપ્રાય આપ્યો તે ખૂબ જ ગમ્યું. આ જ રીતે વાંચીને લખતાં રહેજો.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: