તું છે પણ, મારી સાથે નથી,
જાણે હું જ મારી સાથે નથી,
સ્મરણોના તપતાં રણમાં ડૂબતાં આવડી ગયું છે.
હેડકી જ્યારે જ્યારે તને આવે,
હૈયે વિચાર તો મારો જ હશે,
બીજાનું નામ દઇ છૂપાવતાં આવડી ગયું છે.
ખુલ્લી આંખોમાં પસાર થતી રાતો,
આકાશ પણ કણસે છે હવે સાથે,
સૂરજ ઊગતાં અંધારાં પીતાં આવડી ગયું છે.
બહારથી તો બધાંને સમેસૂતરું લાગે,
ખોતરે કોઇ તો ટશરોની ધારા વહે,
હસતાં આ હોઠ પર રડતાં આવડી ગયું છે.