ક્વચિત સૂર્યના કિરણો અમથાં ઝીલાયાં હોય,
તો રતીભર સભર સભર કંઇ જીવાઇ ગયું છે.
અજાણ્યા બાળકને કદીક વહાલથી જોયું હોય,
એ ક્ષણે બસ એની આંખોમાં જીવાઇ ગયું છે.
આંખોમાંથી ધસમસતાં ગાલ પરના અશ્રુઓને
અપાયેલા સ્પર્શની ભીનાશમાં જીવાઇ ગયું છે.
સલામની આદત અને ટટ્ટાર ડોકની ખેંચતાણમાં
સ્વપ્નમાં ઝૂકેલી કોઇ નજરમાં જીવાઇ ગયું છે.
તને ભૂલી ગયાનું એકેય સ્મરણ જ નથી,
મોત જેવું જ સદંતર આ કેવું જીવાઇ ગયું છે.