૨ હ્રદયની કેળવણી જોઈએ, તે ય કુદરતના ખોળે

          શિક્ષણની વાત મારે મન હંમેશાં ચિંતન અને ચિંતાની રહી છે. જે શિક્ષક ભણતો નથી એ ભણાવી શકતો નથી. એણે માત્ર વિષયને ભણવાનો નથી, બલ્કે પોતાના વિદ્યાર્થીને પણ ભણવાનો છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન કહે છે તેમ ‘લર્ન જ્હોન બિફોર યુ ટીચ જ્હોન’. પરંતુ કદી આ પરિસ્થિતિએ વાત પહોંચતી જ નથી. એનું કારણ કદાચ એ છે કે શિક્ષક ભાગ્યે જ શિક્ષક તરીકે મેદાનમાં આવે છે. માતા પિતા પોતાના બાળકને ડૉક્ટર બનાવવાના સપનાં જુએ છે, પણ કદી કો માતા પિતા પોતાના બાળકને શિક્ષક બનાવવાનો વિચાર કરતા નથી. કેળવણીના દોરમાં કો શિક્ષક વિદ્યાર્થીના કુમળા મન પર એવી છાપ ઉપસાવતો નથી કે એવું ‘મૉડેલ’ બનતો નથી જેને અનુસરીને વિદ્યાર્થી શિક્ષક બનવાનું નક્કી કરી શકે. ગ્રેજ્યુએટ થયા પછી ક દિશામાં જવું એ નક્કી થ શકતું નથી. ત્યારે એ વિદ્યાર્થી ‘ચાલો, ત્યારે બી.ઍડ. કરી નાંખીએ’ એમ વિચારીને કૉલેજમાં દાખલ થ જાય છે. ભાગ્યે જ કો વિદ્યાર્થી એવો હશે જે પહેલેથી શિક્ષક બનવાનું નક્કી કરીને બી.ઍડ. કૉલેજમાં દાખલ થયો હોય. બી.ઍડ. થ ગયા પછી એ એમ માને છે કે એને શિક્ષક બનવાનું લાસન્સ મળી ગયું છે. અલબત્ત, લાખથી અઢી લાખની તૈયારી રાખવાની હોય છે. એ હાયવોયમાં શિક્ષક તરીકે સજ્જ થવાની વાત એના દિમાગમાં ઊગતી જ નથી.

         શિક્ષકની પસંદગીના ધોરણોને આપણે ઊંડા ખાડામાં ધકેલી દીધાં છે. પરીક્ષામાં મેળવેલા માર્કસને આધારે અને જાતિના આધારે નક્કી કરેલી અનામતોને આધારે આપણે શિક્ષકને પસંદ કરીએ છીએ. એના વિદ્યાવ્યાસંગને, શિક્ષણ પ્રત્યેના અભિગમને, શિક્ષક તરીકેના કર્તવ્યને કે એવી કો ગણતરીને મહત્ત્વ આપવાની આપણને જરુર લાગતી નથી. શિક્ષણનાં કારખાનાં ખોલીને બોલતાં પણ જલશિખરો ઊડતાં હોય એને મજૂરીએ નીમી દએ છીએ. વિદ્યાર્થીઓ એવા શિક્ષકનો પરાણે ય સ્વીકાર કરી શકતા નથી ત્યારે આપણે નવી પેઢીના વિદ્યાર્થીનો વાંક કાઢીએ છીએ.

          હમણાં એક શિક્ષણકારે સારી વાત કરી હતી. એમણે કહ્યું કે આપણે કો પણ વ્યવસાયની વાત કરીએ તો ક્યાંય શિક્ષણના વ્યવસાય જેટલી તાજગી નથી. તબીબનો વ્યવસાય સેવાનો વ્યવસાય છે ને માનવતાની ઉમદા સેવા એમાં થ શકે છે એ ખરું, પરંતુ આખરે તો એમાં બીમાર, બેબસ, દુઃખી અને દર્દથી કણસતી વ્યક્તિઓ સાથે જ કામ કરવાનું હોય છે. દવાઓની વાસ, ગંદકી, વાઢકાપ, લોહી-માંસ અને મૃત્યુ સુધીનું ચક્કર ઘેરી વળે છે. એન્જિનિયરના વ્યવસાયમાં ગમે તેટલા પૈસા કે મોભો હોય, પરંતુ એણે કામ તો લાકડા અને લોખંડ જેવી જડ તથા અચેતન વસ્તુઓ સાથે જ કરવાનું હોય છે. વકીલને ગુનેગારો, ઝગડાખોરો તથા જૂઠ્ઠાણાં સાથે જ કામ કરવાનું આવે છે. ગમે તે વ્યવસાય તરફ નજર કરો, શિક્ષકના વ્યવસાયની સરખામણીમાં એ ઊતરતો જ લાગે છે, કારણકે શિક્ષકને જેની સાથે કામ લેવાનું છે એ ઊગતાં ફૂલ છે, નિર્દોષ બાળકો છે, લાગણીનાં સરોવરો છે અને એમની સાથેનું વાતાવરણ સતત જીવંત તથા કિલ્લોલથી હર્યુંભર્યું છે. સાતમા-આઠમા ધોરણ સુધી તો બાળક પોતાના શિક્ષકને જ શિરમોર સમજે છે. શિક્ષકની છબીને એ પૂજે છે અને શિક્ષકનું વિધાન એના માટે બ્રહ્મવાક્ય બની જાય છે. કમનસીબે આજનો શિક્ષક એ સ્થિતિને સીંચી શકતો નથી. અને સાચવી શકતો નથી. એટલે આગળ જતાં બાળકના મનમાંથી શિક્ષકની છબિ ઊતરવા માંડે છે. એટલે જ શિક્ષકને વિદ્યાર્થીઓની પેઢી પ્રત્યે ફરિયાદના બળાપા કાઢવા પડે છે. ગાંધીજીએ કહેલી હ્રદયની કેળવણી જો સાચા અર્થમાં શરૂ થાય તો એ શિક્ષણ આગળ જતાં નક્કી રંગ લાવે છે.

           શિક્ષક ચોક્કસપણે મુખ્ય આરોપી તરીકે ઊપસી આવે છે. પરંતુ એ જ એક માત્ર ગુનેગાર છે એમ સ્વીકારી લને એને માંચડે ચડાવી દેવાથી શિક્ષણ સુધરી જશે એમ માનવાની જરુર નથી. શિક્ષક પોતાના કતૃત્વને વફાદાર નથી રહ્યો એ એનો સૌથી મોટો ગુનો છે. પરંતુ એને શિક્ષણથી દૂર કરવામાં, શિક્ષણાભિમુખ નહિ થવા દેવામાં અને હકારાત્મક પ્રેરણા નહિ પૂરી પાડવામાં સમગ્ર સમાજનો ફાળો છે. સરકાર અને તંત્રવાહકો એને માટે પૂરેપૂરા જવાબદાર છે. શિક્ષણના વ્યવસાયમાંથી જ આવેલી વ્યક્તિને શિક્ષણ ખાતાના સૂત્રધાર બનાવ્યા પછી પણ નિરાશા ઊતરતી નથી, બલ્કે બેવડાય છે. શિક્ષણને ધંધો બનાવી દેનારા માફિયાઓના ‘ગોડફાધરો’ને શોધવા પડે તેમ નથી.

            શિક્ષણને ધંધો બનાવનારાઓ છેક સુધી પહોંચી જાય છે અને ભ્રષ્ટાચારને મજબૂત બનાવવાના અવનવા રસ્તા શોધતા રહે છે. છેક પ્રાથમિક શિક્ષણથી માંડીને ડૉક્ટરેટ સુધી આ ચક્કર ચાલ્યું છે. ઓછો પગાર આપી પૂરા પગાર પર સહી લેવાના અને નિર્બળ શિક્ષક-શિક્ષિકાઓનું આર્થિક, સામાજિક તથા જાતીય શોષણ કરવાના કિસ્સા ઢાંક્યા ઢંકાતા નથી. પગાર સરકાર ચૂકવતી હોય ત્યાં પણ શોષણના નવા માર્ગો શોધી કાઢવામાં આવે છે. કૉલેજ તો કૉલેજ, યુનિવર્સિટી કક્ષાએ પણ મામકા અને પાંડવોનું રાજકારણ ખેલાય છે. વાઈસ-ચાન્સેલરોની ખુરશી જોઈને હવે એવો પૂજ્યભાવ કે અહોભાવ પ્રગટતો નથી. સર્ટિફિકેટો વેચાતાં મળે છે. અને લાખ કે અઢી લાખ રૂપિયા લઈને પીએચ.ડી. ની થિસીસ લખી આપનારા લહિયાઓએ હવે છાપામાં ટચૂકડી જાહેરખબર આપવાનું જ બાકી રાખ્યું છે.

           શિક્ષણના હાલહવાલ કરી નાખીને આપણે આપણા વર્તમાન અને આપણા પછીની પેઢીના ભાવિને બૂચ મારી દીધો છે એ વાતનો આપણને અહેસાસ થતો નથી. ભારતની એક કાળની પ્રગતિ આંખને આંજી દેનારી હતી. ભારતે શૂન્યની સમજ આપી ત્યારે અમેરિકા અને રશિયા રોકેટો ઉડાડી શકયા. વિદ્યા અને જ્ઞાનનો મહાસાગર ભારતમાં વહેતો હતો. વેદના જ્ઞાનથી પરદેશીઓ આજેય પ્રભાવિત છે. અશોક સ્તંભને કાટ કેમ નથી લાગતો, લાલ કિલ્લો કેવી રીતે બન્યો અને ઝૂલતા મિનારા શાને કારણે ઝૂલે છે એનાં રહસ્યો પામવા જગતભરના ધૂરંધરો ફાંફાં મારે છે. પરંતુ આગળ કહ્યું તેમ કદાચ આપણી પાસે આપણા ભવ્ય ભૂતકાળને વાગોળવા સિવાય અને આપણી પરંપરાઓના ગુણગાન ગાવા સિવાય ભાગ્યે જ કશું બાકી રહ્યું છે. છતાં અહીં અગત્યની વાત એ છે કે આપણી એ પ્રગતિ, દુનિયાને ચક્કરમાં નાખી દે તેવી કારીગીરી અને એકમેકની ચડિયાતી સિધ્ધિ પાછળ આપણી ઉપાસનાનું બળ હતું. શિક્ષણને આપણે પવિત્ર રહેવા દીધું હતું. શિક્ષકને પૂરાં માન-સન્માન મળતાં હતાં અને ખુદ શિક્ષક પણ રાત-દિવસ પોતાના શિક્ષકત્ત્વના સાર્થક કરવા મથ્યા કરતો હતો. જે દિવસથી શિક્ષણને લૂણો લાગવાની શરૂઆત થ છે એ દિવસથી આપણાં સિદ્ધિ તપ ઓસરતાં દેખાયાં છે. રશિયા, અમેરિકા, જાપાન, જર્મની, ચીન, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને કેનેડા સહિત કેટલાક દેશો આજે જે પ્રગતિ કરી રહ્યા છે એમાં અન્ય બાબતો સાથે શિક્ષણની મહદ્‍અંશે જળવાયેલી પવિત્રતાનો ઊંચો ફાળો છે. ત્યાં પ્રધાનપુત્રોનાં માર્કશીટ કૌભાંડો થતાં નથી અને થાય તો છાવરવામાં આવતાં નથી, રાજકારણ શિક્ષણથી આઘે રહે છે અને રાષ્ટ્રપ્રમુખ પણ શિક્ષક સામે માથું નમાવીને વાત કરવામાં શરમ અનુભવતા નથી. સમૃધ્ધ ગુજરાતી ભાષાની જેમ એમને ‘પંતુજી’ અને ‘મેતાજી’ જેવા શબ્દો પ્રયોજવા જરૂરી લાગતા નથી.

          આપણી પાસે શિક્ષણશાસ્ત્રીઓનો તોટો નથી. છ આને ડઝન તેઓ માણેકચોકની ભીડમાં અથડાતા ફરે છે. હરામ બરાબર જો કોએ શિક્ષણના હાર્દ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હોય. જે થોડાક સાચા શિક્ષણવિદો હજુ બચ્યા છે તેઓને જાણે હતાશા ઘેરી વળી છે. શિક્ષણજગતની આજની ભવા જોને તેઓને સાપ સૂંઘી ગયો છે. પેલા બની બેઠેલા શિક્ષણશાસ્ત્રીઓ શિક્ષણને ઊભું અને આડું વેતરી રહ્યા છે. તેઓ જ પાછા શિક્ષણજગતને બચાવવાના અને એનું સંવર્ધન કરવાના શપથ લીધા કરે છે, એમને રોકવાની કે ટોકવાની પણ આપણામાં નૈતિક તાકાત નથી. શિક્ષણને જ શસ્ત્ર બનાવીને તેઓ સમગ્ર સમાજને નમાલો બનાવવા નીકળ્યા છે, અને આપણે સૌ એમના ષડયંત્રનો ભોગ બનતા રહ્યા છીએ.

         નિરાશાના પહાડના પહાડ તૂટી પડે એટલું ભયાનક અને ચિંતાજનક ચિત્ર છે. પરંતુ આપણે આજે ય સામે ચાલીને એ પહાડ તૂટવાની રાહ જોશું અને પહાડ તૂટી પડે ત્યારે એની નીચે કચડા મરવા તૈયાર થ શું તો એ ભવિષ્ય તરફનો મહાન અપરાધ બની જશે. આટલી નિરાશાજનક સ્થિતિમાં પણ ક્યાંક આશાઓ પડેલી છે. એક શિક્ષણશાસ્ત્રીના કહેવા મુજબ શિક્ષણની દુકાનોનું મંડીહાઉસ બની ગયેલા અમદાવાદ જેવા શહેરમાં આજે પણ પાંચ ડઝન જેટલી એવી શિક્ષણ સંસ્થાઓ છે જ્યાં શિક્ષકની ભરતીમાં પૈસા લેવાતા નથી. આજે ય ખૂણે ખાંચરે કેટલાક સંચાલકો, આચાર્યો અને શિક્ષકો શિક્ષણની ચિંતાના શ્વાસ ભરે છે. આપણે ત્યાં જ એવા વિદ્યાર્થીઓ મળી આવે છે જે ‘ટીચ અસ વેલ’ કહેવાની હિંમત ધરાવે છે. શહેરોની ચમક દમક મૂકીને દૂર વનરાવનમાં શિક્ષણની ધૂણી ધખાવીને બેઠેલા મનુભા પંચોળી કે નાનાભા ભટ્ટ જેવાં શિક્ષણના હિતચિંતકોમાં શ્રદ્ધા રોપીને પોતાનાં બાળકોને હ્રદયની કેળવણી અપાવવા એમની પાસે ગૌરવભેર મોકલનારા મા-બાપો પણ હજુ આપણા સમાજમાં મળી રહે છે. જેમના અંતરમાં હજુ ય થોડી ચિંતા વસી હોય એમણે પોતાની જાતને કહેવું પડશે કે હવે બસ બહુ થયું, હવે ચૂપ નહીં રહેવાય!

       મહર્ષિ ટાગોર કહેતા હતા તેમ આજે આપણે શિક્ષણને વર્ગખંડોમાં અને ટામ-ટેબલોમાં કેદ કરી દીધું છે. ટાગોરે તો સાચું શિક્ષણ કુદરતને ખોળે જ મળી શકે એવો દ્રઢ મત વ્યક્ત કર્યો છે. શાંતિનિકેતન એમની આ વિચારણાનું જ સ્વરૂપ હતું. કદાચ પ્રકૃતિથી વિમુખ થવાને કારણે જ શિક્ષણ બંધ ડબ્બામાં વાનગી ગંધા ઊઠે એમ બદબૂનો ફુવારો બની રહ્યું છે. એ બદબૂ દૂર કરીને પાછી સુગંધ પ્રસરાવવી હશે તો બંધ ડબ્બાનું ઢાકણ ખોલી નાંખવું પડશે અને પ્રકૃતિના ખોળે બેસવા તૈયાર રહેવું પડશે.

         દરેક રાતની સવાર હોય છે. આજે શિક્ષણની કાળી ડિબાંગ રાત દેખાય છે, પણ એનેય સવાર તો પડવાની જ છે. કદાચ એ સવાર એટલી સુંવાળી ન પણ હોય. આજે કદાચ આપણે નહીં જાગીએ તો આવતીકાલે કેટલાક કડવા પ્રતિભાવોનો સામનો કરવાનો આવશે. શિક્ષણને બચાવવા શિક્ષણ પર જ પ્રહાર કરવાનો થશે. કદાચ સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓને તાળાં મારવા પણ તૈયાર રહેવું પડશે. આ અનુમાનો છે, પણ ઘણે અંશે સાચાં પડવાની પૂરેપૂરી ભીતિ તો રહે જ છે.            

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: