પ્રસ્તાવના – શ્રી દિલીપ રાણપુરા

સમયવનમાંથી પસાર થતાં પ્રવાસ કરતાં કરતાં એક આહ્લાદક ચિંતનભરી અને છતાં કશા પણ ભાર વગરની યાત્રા કર્યાની અનુભૂતિ થઈ. સમયવન’ની ક્ષણાર્ધ પણ જીવનવનને ક્યાંક સ્પર્શી જતી લાગી એટલું જ નહિ, એકરસ થઈને વહેતી હોય એવું પણ લાગ્યું. એટલે જ સમયવન’માં કયાં પ્રકારના નિબંધ છે કે નિબંધોના વિકસેલા અનેક સ્વરૂપોમાંનું તેનું કયું સ્વરૂપ છે તેની મથામણમાંથી ઉગરી જવાય છે ને એટલા પૂરતું સમયવન માનસિક તાણ ઓછી કરે છે અને વિદ્વત્તાના જ્ઞાનના બોજથી દૂર રાખે છે. તેની સાથે સાથે સ્વરૂપને સ્થાપિત કરવાના અહંમાંથી મુક્ત પણ કરે છે, અહંમુક્તિ જ ઘેરાયેલી છે, દુષ્કર છે તેવું આમાંના કેટલાક નિબંધોમાંથી ઇંગિત રૂપે કે ક્યાંક સ્પષ્ટરૂપે ઉપસી આવે છે. તે યથાર્થ સ્વરૂપમાં સમયવન’ની એકાદ ક્ષણ પૂરતી મુક્તિ આપે જ છે. ‘સમયવન’ની લંબાઈ કેટલી તેની ગણતરી સેકન્ડ, મિનિટ, કલાકમાં થઈ શકે નહીં. ને સમયને એવી ગણતરી ક્યાં ચિંતા હોય છે. આ બાબતનું ચિંતન સમયવન’ની સાર્થકતાની સાથે-સાથે વાચકની જાગૃતતાની પ્રતીતિ પણ કરાવે છે.

દિવ્યેશ ત્રિવેદીનો પરિચય પત્રકાર તરીકેનો. પચીસર્ષોથી તેના છૂટાછવાયા લેખો વાંચતો. તેઓ ખાસ કરીને વિજ્ઞાન વિષયક લેખો લખતા પણ તેમાં સાહિત્ય ભાષાનો સ્પર્શ દેખાતો. ભાષા સાહિત્યની છે કે પત્રકારત્વની છે તેવા ભેદ પાડવાનું મને ગમતું નથી. મેં તો ભાષાને એ અર્થમાં કહ્યું કે તે સામાન્ય જનને સરળતાથી સમજાય તેવી છે કે નહીં અને તેમાંથી કશો બોધ ન મળે તો પણ પ્રસન્નતા કે પ્રેરણા મળે અને જીવનની નિરાશા અને વિભીષિકા સામે ટકી રહેવાનું બળ મળે એવી ભાષાને તેના પ્રકારની પળોણની જરૂર પડતી નથી. એટલે તેમના વિજ્ઞાન વિષયક લેખો પણ ભારે લાગતા નહિ. સંગીતની અસર વનસ્પતિ પર થાય છે તેવો લેખ વીસેક વર્ષ પહેલા વાંચેલો, તેનું નિબંધ સ્વરૂપ ‘સંગીત એટલે ઊર્જાનો મહાધોધ’….. સમયવન’માં છે. તેમને વન સાથે સારો લગાવ છે. એટલે કે પ્રકૃતિ સાથે…. તેમના પહેલા નિબંધ સંગ્રહનું નામ નંદનવન વિસ્તરીને આનંદવન અને સમયવન’ સુધી પહોંચી ગયું….. અને સમય તો અનંત છે. તેને ન તો આરંભ છે કે ન તો અંત. ન મધ્ય છે કે ન લંબાઈ કે પહોળા, ઊંડા કે ઊંચાઈ પણ નહીં…. તે ધન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે પણ નથી અને છતાં તે એક એવો અદ્રશ્ય પ્રવાહ છે કે તેમાં દ્રશ્યમાન અને અદૃશ્ય, ગોચર અને અગોચર બધું જ વહ્યા કરે છે અને વહેવું એ જ જીવન છે. તરવું એ તો એક કાળા કે રમત કે કારીગરી છે પણ હેવું એ બધાથી પર છે, કદાચ સમયથી પણ પર કહી શકાય….એવી આંતરક્રિયા છે કે તેને પામી શકાતી નથી. સમયવન’માંથી તે પ્રક્રિયાને પામવાનું એ અહમ્ પ્રેરિત પ્રયાસ હોય તેવું લાગતું નથી. માત્ર તેમાં વહેવું છે ને તે માટેનો પુરુષાર્થ કરવો છે. વનપ્રકૃતિના અનેક પાસા છે. માત્ર આપણી નજરે દેખાતા વન પછી તે વનસ્પતિના હોય કે સિમેન્ટ કોંક્રિટના એ જ નથી. પણ આંતરમનમાં જે ગ્રંથિઓના, વૃત્તિઓના, અજ્ઞાનના, અહમના,સૂયા, સુખ-દુઃખના જે જાળા બાઝેલા છે તેને કોઈ ઉપદેશકની ભાવનાથી દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો નથી. માત્ર તેનું દર્શન, તેમના સંપર્કમાં આવેલાઓના જીવન પરથી, વાંચવામાંથી, ચિંતન અને મનોમંથનમાંથી તેઓ જે પામ્યા તે વહેંચવાનો માત્ર છે. જેવું જેનું પાત્ર તેવું તે પામે.

ધરતી દિવસ ઉજવાય છે તેના પરનું ચિંતન ઘણા વાચકોને ચિંતામાં મૂકી શકે તેવું તો છે પણ તે સાથે ધરતીથી માંડીને ઘર દિવસ ઊજવવાની એક સાત્વિક પ્રેરણા પણ આપે છે. આ નિબંધ વાંચતી વખતે માનવ અધિકારની જે ચળવળ ચાલી રહી છે તે માટે કમિશનો નિમાયા છે. તપાસો કરવામાં આવે છે. જ્યાં જ્યાં માનવ અધિકારોનું હનન થાય છે ત્યાં ત્યાં તેમને ન્યાય સુરક્ષા મળે તેવા પ્રયાસો પણ થાય છે. પણ માનવ જે ધરતી પર જીવે છે જે વૃક્ષોથી તેનું જીવન ટકી રહ્યું છે તેના હનન સામે કોઈ એટલી સક્રિયતાથી ચળવળ ચલાવતું નથી. માનવ તેમના માટે પ્રથમ છે, પછી પશુ પક્ષી આવે છે. પણ ધરતીને ચીરવી, ખોદવી, વનસ્પતિનું છેદન કરવું તેના કોઈ અધિકારો જ નથી, જે જે જીવન બક્ષે છે તેનો જ નાશ, વિકાસ અને સવલતો માટે થવા દેવાનો;માં જ માનવ અધિકાર આવી જાય, માનવ બોલી શકે છે, ચીખી શકે છે, નારા પુકારી શકે છે, મારકાપ કરી શકે છે, આંસુ સારી શકે છે એટલે જ તેના અધિકારની રક્ષા ને જે મૂંગા મૂંગા જીવન ટકાવી રાખવા માટે ચિરાયા કરે, છેદાયા કરે છે તેનું જ હનન.  ધરતી દિવસ ઘર દિવસ ઉજવવાના નિબંધોનો આ પણ એક ગોપિ સંકેત લાગે છે. અથવા એ દિશા તરફ વિચારવા માટે પ્રેરક બને તેવું લાગે છે. એ પ્રકૃતિપ્રેમ અમારા સુધી પહોંચી શક્યો. જે શબ્દો કે તેની ભાવના બીજા સુધી પહોંચી શકે તે સાર્થક શબ્દ ભાવના …….

આપણે તો યુદ્ધખોર’…. નિબંધમાં પણ લેખકનું આગવું ચિંતન પ્રગટે છે. તોલ્સતોયને ટાંકતા તેઓ લખે છે; યુદ્ધ એ માનવ સ્વભાવની સૌથી વરવી ચેષ્ટા છે. ત્યાંથી તેમનું ચિંતન દર્શન આગળ વધતું જાય છે અને યુદ્ધખોરીનું વિધાયક માસ આપણા પુરાણ કાવ્ય રામાયણ સુધી પહોંચે છે. રામ જેવી વ્યક્તિ રાવણના શસ્ત્રો અને તેના વ્યૂહનો ઉપયોગ કર્યો એ રીતે તો એ જીતે કે હારે, રાવણ જ જીત્યો હોત. એનું કારણ એ છે કે એવા યુદ્ધમાં રાવણનો પ્રતિસ્પર્ધી છેવટે તો રાવણ જેવો જ થઈ જાય. રાવણનો ખરેખરો પરાજય એ છે કે રાવણ રામને પોતાના જેવો ન બનાવી શક્યો. રામ તો રામ જ રહ્યા…. પરંતુ રામ જો રાવણ જેવા બની ગયા હોત તો એમની જીત નિરર્થક બની જાત. એટલે જેવા સાથે તેવા ભલે યુદ્ધનો કે વ્યવહારનો મંત્ર હોય પરંતુ વિજયનું રહસ્ય એમાં હરગિજ નથી.

અવાજના શ્વાસમાં ઠરી જાય મૌન’…. નિબંધમાં મૌનના મહિમા વિષે વાત કરી છે તે મૌન ક્યાં પ્રકારનું હોય તો તેને મૌન કહી શકાય. ભગવાન બુદ્ધનો દાખલો આપતા લખે છે તેમને જ્યારે કોઈએ પૂછ્યું કે સત્ય શું છે, તે કહો ત્યારે તેઓ ચૂપ થઈ જતા રહ્યા. મૌન જ એનો જવાબ હોઈ શકે એ જ સત્ય છે. છેલ્લે લેખક લખે છેઃ ઘોંઘાટ અને બકવાસમાંથી બહાર આવીએ તો કમસે કમ આપણી જાત સાથે તો સંવાદ સાધી શકીએ….

મૌન સત્ય છે તેમ જાત સાથેના સંવાદનું માધ્યમ પણ છે. અહીં અમને એક ઝેન કથા યાદ આવી . એક ઝેન સાધુ પાસે એક માણસ જ્ઞાનપ્રાપ્તિ માટે આવ્યો. સાધુએ તેને સંકેતથી રોકાવાનું કહ્યું. રોજ સાંજે તેઓ ફરવા જાય. સાધુ તદ્દન મૌન રહે. જ્ઞાનપિપાસુ પણ મૌન રહે. પણ એક દિવસ તેનાથી રહેવાયું નહી તે બોલી ઊઠ્યો; “ગુરુ, સંધ્યા કેવી ખીલી છે!” આ સાંભળી જૈન સાધુહ્યું, “મૂંગો રહે…. કેટલાક દિવસથી બકવાસ કર્યા કરે છે!”

જ્ઞાન પિપાસુને જ્ઞાન મળી ગયું. જીભથી નથી બોલાતો મનથી તો બોલ્યા જ કરું છું. એટલે હું અંદર ઊતરી શક્યો નથી…આવું મૌન એ જીવનની પરમ અને ચરમ ક્ષણ છે….

લેખકે અનેક વિષયો પર પોતાની કલમ ચલાવી છે. માત્ર લખવા ખાતર કે ઉપદેશ આપવા માટે જ ન લખ્યું હોય એવું પણ નથી. પણ પોતાના આગવા વિચારોને વ્યક્ત કરવા ચિંતનથી ખરલમાં ઘૂંટી ઘૂંટીને રસપાન કરાવવાના લખ્યું છે. તેમણે ભાષાના એવા વૈભવનો  દેખાડો નથી કર્યો કે જેથી અંજાઈ જવાય…. બિનાડંબરી ભાષામાં સરળતા અને રસાળતા છે. સુબોધતા તો ખરી જ, ઉબડ-ખાબડ રસ્તામાં કાંટાકાંકરા સાફ કર્યા પછી વાચકને તેઓ નિમંત્રતા હોય એવું લાગતું જ નથી. ચબરાકિયા વાક્ય પ્રયોગોથી દૂર રહ્યા છે. એટલે યાત્રી ખુદ જ એ રસ્તે ચાલવા પ્રેરાવા લાગે છે. મુલાયમતા તો છે જ પણ સાથે સાથે ટમટમતો દીવડો પણ છે અને સુવાસ પણ છે.

કવિતા એટલે ભાવનાની ભાષા’…. યા કવિની મનોસ્થિતિ અને કવિ પોતાના દર્દને ઘૂંટીને વેદના પચાવીને પોતાની અભિવ્યક્તિ કેવી ભાવનાની ભાષામાં કરે છે તે વિષે માત્ર થોડા જ શબ્દોમાં તેઓ લખે છેઃ કવિ જયારે કવિતા લખે છે ત્યારે એનું હૃદય એક રિફાઈનરી જેવું બની જાય છે. એ રિફાઈનરીમાં કડવાશ ગળા જાય છે અને મધુર બહાર આવે છે.”

શૌર્ય વિષે તેઓ એક સર્વમાન્ય દાખલો આપે છે કે બાળકના જન્મ માટેનો ફલનકાળ સવા નવ મહિનાનો છે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધ્યું છતાં તે સમયગાળાને સંકોચી શકતું નથી. પણ આગળ જતા અનેક દાખલાઓ આપીને લખે છે. જે વાચક માટે ચિંતનીય પ્રેરક બને છે. દરેક ચીજના ફલનકાળને અને આપમેળે ફલન થવા દેવું નહીંતર કાચું અને અપરિપક્વ ફળ જ હાથમાં આવે. કાચા અને અપરિપક્વ ફળને કોઈ સિદ્ધિ સમજે તો ભલે, પણ આજે નહીં તો કાલે તે નિષ્ફળતા છે.

અનાદર અને સમાદરને સ્પર્શ કરતા તેઓ લખે છે, તે સાંપ્રત સમસ્યા બહુ ચિંતનીય છે. જેના વિશે અવારનવાર ચર્ચાઓ થતી રહી છે. વિવા અને વાવાઝોડાં થતા રહ્યા છે તે વેલેન્ટાઈન ડેની ઉજવણી નિમિત્તે લખાયેલો નિબંધ….. તેમાં હિન્દુત્વની ચર્ચા કરી છે. હિંદુત્વ શું છે તે જોઈએઃ હિન્દુત્વ એ ધર્માંધતા નથી. પરંતુ એક પરિપ્રેક્ષ્ય છે.નો મૂળ મંત્ર બ્રહ્મા તરફની ગતિનો છે, ને બ્રહ્મમાં બધું જ આવી જાય છે. બ્રહ્મ એટલે સતત વિસ્તાર… તો પછી સંત વેલેન્ટાઈન પણ કઈ રીતે બહાર રહી જાય!

પલાયન વાદ નિબંધમાં માણસની મનોવૃત્તિઓ, તેની નિર્બળતાઓની વાત છે. નાસી જવાથી કોઈ સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. એટલે જ લેખક લખે છે દુઃખનો અનુભવ થાય ત્યારે ભાગવાને બદલે દુઃખનું કારણ શોધવું જરૂરી છે, સુખને ભોગવવાનું છે અને દુઃખને સમજવાનું છે.

ચાલીસે ચાલીસ નિબંધ વિશે લખવું નથી. પણ દરેક નિબંધ અલગ અલગ વિષય, અલગ શૈલી વિચાર લઈ લઈને આવે છે. તે બધા જ આપણી ભીતરમાં ક્યાંકને ક્યાંક પડેલા હોય તેવી અનુભૂતિ પણ થાય છે. એટલે કે લેખકની વિષય માટે ફાંફાં મારવા પડ્યા હોય એવું લાગતું નથી. તે માટે તેમને ઋતુની રાહ જોવી પડતી નથી. મકાનની બારીમાંથી દેખાતા રસ્તા વૃક્ષો કે વાહનો કે માણસ સામે તાકી રહેવું પડતું નથી. આકાશના બદલાતા રંગોને માણી શકે છે, પણ તે અવર્ણનીયતાને શબ્દોમાં ઉતારવા રંગોળીઓ પૂરવી પડતી નથી. એ બધુ તો તેમના અંતરમાં જ પડેલું છે, જે બહાર છે તે જ અંદર છે. તેને વ્યક્ત કરવાનું છે એટલે આયાસ લાગતો નથી અને એટલે જ તો સ્ત્રીને સ્ત્રી સમોવડી થવા જેવા વિષય પર આજના નારીવાદી વાયરાઓમાં તર્કધ્ધ અને છતાં હૃદય પણ સ્વીકારે તેવી રીતે લખાયેલા નિબંધ જોવા મળે છે. તો આંખની લિપિ વિશે તો આપણા સૌમાં તો થોડી જાગરુકતા હોય તો તે ઉકેલવાની ક્ષમતા પડેલી જ છે. શિક્ષણ વિષે પોતાના વિચારો વ્યક્ત થયા છે. ચાલી આવતી શિક્ષણ પદ્ધતિએ માણસને શિક્ષિત બનાવ્યો છે, પણ ભીતરથી કેળવ્યો નથી, તેમજ એટલો બદસુરત પણ બનાવી દીધો છે કે આ શિક્ષણ જ બંધ કરવું જોઈએ તેવા વિચારો સાથે સર્વકોઈ શિક્ષણમાં માનનાર વિકાસશીલો સંમત ન થાય એ વાત જુદી છે. જોકે પાંત્રીસેક વર્ષ પહેલાં જ જયપ્રકાશ નારાયણને તેમના મંત્રીએ કહેલું; ગ્રામ વિસ્તારોમાં યુનિવર્સિટી ખોલવી જોઈએ”. ત્યારે જે.પી. એ જવાબ આપ્યો તે ખૂબ માર્મિક છેઃ “એ લોકો એ આપણું શું બગાડ્યું છે?”

જે.પી. જેવી આર્ષ દ્રષ્ટિ અને ગ્રામજનો પ્રત્યેના કણા ચાવણા પ્રગતિશીલો અને શાસકોમાં આવે એવા દિવસની રાહ જોઈને…. એમ લખું છું ત્યારે ઓશોએ ‘મહાવીર મેરી દ્રષ્ટિ મેં’માં લખ્યું છે તે યાદ આવે છે. અનુયાયી કે વિરોધી કરતા પ્રેમી જીવનની વધુ નજીક હોય છે.

પ્રબુધ્ધ ચિંતકો, દાર્શનિકો, વિજ્ઞાનીઓના અવતરણો આ નિબંધોમાં જોવા મળે છે તે પરથી ખ્યાલ આવે છે કે માત્ર બાહ્ય પ્રકૃતિ કરતા આંતર પ્રકૃતિને પામનાર ચિંતકો સાથે પણ તેમણે વાતો કરી છે. એક રીતે કહીએ તો સમયવન અંતરયાત્રા છે. તે લાંબી છે કે ટૂંકી તેના માપમાં મપાતી નથી સમયવનમાં તો હેવાનું જ હોય. કચ્છના દરિયામાં ક પ્રકારની માછલી થાય છે તે જવલ્લે જ જોવા મળે છે. જાળમાં આવે તો તેને સ્પર્શ કરીએ એટલે તેના શરીરમાંથી બે પાંચ સેકન્ડ માટે મેઘધનુષી તેજના ફુવારા છૂટે….સમયવન’ માંથી પસાર થતાં કોઈક એવા જ પાંદડાંનો સ્પર્શ થઈ પણ જાય

આ પૂરું કરતાં પહેલાં હું એક મો છોડી શકતો નથી. ઈશ્વર એક અનુભૂતિ જ છે. તર્કને બાજુ પર મૂકીને અનુભૂતિના કેન્દ્રમાં આવી ગયાની જાણ ક્યારે થાય તેના વિશે લેખકે પાંચ-છ બાબતો જણાવી છે તે ઉતારું છું.

  • જીવંત વૃક્ષો, મદમાતો લીલો રંગ, કશી ખાસ માવજત વિના મીઠા થતાં ફળ ઈશ્વરનું એક રૂપજીવન છે એવી અનુભૂતિ થાય છે ત્યારે
  • સરસર કરતો વન, ફૂલોની સુગંધ, નદીનું કલરવ ઝરણું, ગતિ, ઈશ્વરનું એક રૂપ
  • કોઈક નાનકડું બાળક અકારણ મોટેથી ખડખડાટ હશે ત્યારે ઈશ્વર હાસ્યનું જ એક સ્વરૂપ
  • કોઈ દુઃખી માણસની આંખના ખૂણા ભીના દેખાય અને હૃદયમાં કરુણા જાગે ત્યારે કરુણા પણ ઈશ્વરનું રૂ
  • ચારે તરફ ધબકતી પ્રકૃતિ, પ્રત્યેક ચીજ જાણે, ઈશ્વરની પ્રતિમા એની સામે ઝૂકી જવાનું મન થાય ત્યારે સાક્ષાત ઈશ્વર
  • આકાશમાં નજર કરતાં સૂરજ, ચાંદ, તારા અને વાદળોની મનભાવન રંગ છટા,  આ કુદરત એટલે ઈશ્વર નો પર્યાય

દિવ્યેશ ત્રિવેદીની કલમ કસુંબાનો કેફ એવો છે કે વાચક સમયવનમાંની અંતર્યાત્રા કર્યા પછી થોડી સુવાસ અને જીવનને સમજવાની દ્રષ્ટિ લાધે તેમ બનવાનું જ….. અને આ હશે સમયવન’ની ઉપલબ્ધિ….

૧૫/૦૫/૨૦૦૨                                                         દિલીપ રાણપુરા

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: