૩૩. પાનખરની વસંત

મને પાનખરની વસંત ખીલી છે,

કાયમ મેં પીળાશને ઝીલી છે.

આવ્યા બધાએ લડાવ્યા પૅચ,

પતંગની દોર જરા ઢીલી છે.

અગનમાં લૂખ્ખું ભલે ભડભડ બળે,

પણ ડાળી હજુ સહેજ લીલી છે.

મઝધારે ડૂબવું સહેજ પણ નથી,

તરણાની જીદ પણ કેવી હઠીલી છે!

પૂનમ કહીને ગ્રહણ પણ દઇ દીધું,

વરસવાની તો જિંદાદિલી છે.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

2 comments

  1. ” Pankhar ni Vasant” Two contradictory words . Pankhar- Negative, Vasant- Positive. Whole existence is highly balanced with two opposite poles in every thing. If one can realise this fact then one can go beyond all duality. GOD is one. What a wonderful expressions in this poem. One can really start spiritual journey.

    Like

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: