અસલ જાત બતાવ્યા પછી ઢાંકપીછોડો રહેવા દે,
લોક્લાજે, ઢોંગ કરવાનું છોડી દે!
અનુભવે તો મુર્ખાઓ ય થોડું શીખી લે છે,
સમજુઓને છેતરવાનું છોડી દે!
અભિમાન તો રાવણનું ય ના રહ્યું,
ખોખલાપણાનું આવું અભિમાન છોડી દે!
પળમાં સઘળું રાખ થઇ જશે,
જાતનો ખોટો નશો કરવાનું છોડી દે!
ક્યાં તારે નમવું પડશે શું ખબર!
જાતને છેતરવાનું છોડી દે!
ખૂબ સરસ….પણ ખરેખર કઈ પણ છૂટતું j નથી ને.. છોડવાના અથાગ પ્રયત્નો માં બધું વધારે j જોડાતું જાય છે..
LikeLike
પ્રિય સોનલ, પ્રતિભાવ બદલ ધન્યવાદ. આ રીતે વાંચીને પ્રતિભાવ આપતી રહેજે.
LikeLike