હોશ પછીની મસ્ત બેહોશી છે,
એમાં આટલો બધો શોરબકોર?
હવે સહન નહીં થાય, એટલું જ કીધું,
એમાં આટલો બધો શોરબકોર?
મારી જાતે એક કદમ ચાલવું છે.
એમાં આટલો બધો શોરબકોર?
મારા શ્વાસને એક વાર સાંભળવો છે,
એમાં આટલો બધો શોરબકોર?
મીંચાયેલી આંખો જરીક વાર માટે ખોલી,
એમાં આટલો બધો શોરબકોર?
પહેલીવાર ‘ના’ કહેવાનું શીખી,
એમાં આટલો બધો શોરબકોર?