સમયની શાળ પર સરકતું જીવન,
એક તાર ગૂંથતું ને બીજાને છોડતું જીવન!
આ કશ્તીને કોણ હંકારતું જાય છે?
કદીક ઉછળતું તો ક્ષણ ક્ષણ ડૂબતું જીવન!
જરીક અમથો ઝબકારો, ને થાય સળવળાટ,
દીવેટની કોરને સહેજ સંકોરતું જીવન!
તારે ને મારે આમ તો કંઇ લેવાદેવા નહીં,
સંગાથની માથાફોડને છંછેડતું જીવન!