તમને ધોળા વાળ ગમતાં નથી,
એટલે મારે બનાવટી કાળા કરવા!
તમે ખોટે ખોટું પણ રીસાવો નહીં,
એ લ્હાયમાં હવે કેટલા ચાળા કરવા?
આખરી વિસામો ક્યાંય નથી,
જાણ્યાં છતાં, હવે કેટલા માળા કરવા?
જ્ઞાન કે અજ્ઞાની નથી કોઇ કૂંચી,
ખુલ્લા દરવાજાને હવે શું તાળા કરવા?
ટૂકડાઓમાં જ ખુદ વહેંચાઇ ગયા હોઇએ,
સાંધવા હવે તેને કેટલા જાળા કરવા?