મૂર્તિને નિખારવા ટાંચણ જરૂરી,
જ્ઞાનને ફૂટવા એમ વલોપાત જરૂરી!
છોડીને દૂર જવું હોય તો ય!
ઘડીભરની એક મુલાકાત જરૂરી!
જવાબ નથી મળવાનો, છે ખાતરી,
એના એ જ નકામા સવાલાત જરૂરી!
ઘડીભરનો ક્યાંય કોઇ જંપ નથી,
ઊઠવા હાટું એના એ હાલાત જરૂરી!
તમે માંગી રાહત, ને મેં માંગી ચાહત!
અવઢવની આ દોડમાં યાતાયાત જરૂરી.
અદ્રશ્ય દીવાલોમાં એકે એક કેદ છે.
મુક્તિની ઝંખના માટે આ હવાલાત જરૂરી!
નાનકડી કાવ્ય પણ કેટલું કહી જાય છે ♥️
LikeLike
પ્રિય રશ્મી, પ્રતિભાવ બદલ આભાર..
LikeLike