કોઇ પણ મળતું નથી ભારણ વિના,
બિંબ પણ જોતું નથી કારણ વિના!
સૂર્યના આગોશમાં સપનું કદી,
સાવ લીલુંછમ મળે કારણ વિના!
પ્રશ્ન એની પાંપણ પર હાંફતો,
હોઠ ફરફરતા રહ્યા તારણ વિના!
રાત પીડાના પહાડો પર ઢાળ,
આંખ રેતીનું નગર છે રણ વિના!
વાંસનું જંગલ પછી શ્વસતું જશે,
કાળ જો સરકી જશે કારણ વિના!