તમારી નજરમાં જે ચોર છે,
એણે દિલ પર કરી એક ચોટ છે.
સંબંધોના ગણિત છે સાવ જુદાં,
નહીં તો સગાંઓની ક્યાં ખોટ છે.
કેમ છો? તમે શું પૂછી લીધું!
કોઈને માટે નોંધપાત્ર ‘ક્વૉટ’ છે.
ધીરજ ખૂટવાની જ બસ વાર છે,
સાનભાન ભૂલવાની જ આ દોટ છે.
વ્યક્ત અવ્યક્તના જ બધાં પડદા છે,
હવે કોઈ નથી જે અહીં ભોટ છે.
Yes right didiji 🙏🙏
LikeLike