આજ ચારેકોર સંબંધો તંગ કાં?
હરકોઈ ભીતરથી ખાલી નંગ કાં?
એક છત નીચે રહેવાનો વહેમ,
નથી અહીં કોઈ કોઈને સંગ કાં?
ફૂટ્યું ક્યાંક અંકુર! ને આ ઝાકળ!
રોમાંચથી નથી અહીં કોઈ દંગ કાં!
લખોટી ક્યાં, પાંચિકા રહ્યાં કોરાં,
કહો, કહોને, કર્યો આ ભંગ કાં!
ગોવિંદ બતાવનાર ગુરુ છે ક્યાં?
લજવાયો એ પવિત્ર રંગ કાં!
યુગો યુગોથી એક પછી એક અવતાર!
જીવ્યાનો ન આવડ્યો કોઈ ઢંગ કાં!
Khub saras didiji
LikeLike