છે શબ્દોના સગપણ અહીં ને, સગપણના શબ્દો તહીં.
જાતની પિછાણ નથી, નાતની બૂમરાણ છે.
‘હું’ ને મળવું એ વળી બલા કેવી!
નેતાને મળવાની જ તાણંતાણ છે.
ભીડમાં ખોવાઈ જવું, વિખરાઈ જવું પસંદ છે,
ખુદને મળવામાં કચ્ચરઘાણ છે.
છેતરી છેતરીને જીવનમાં બસ વર્ષો ઉમેર્યા!
વર્ષો પછી પ્રતિબિંબમાં જીવનનું કમઠાણ છે.
છે મિત્રતા, સસ્તી દુશ્મની કરતાં,
છૂપા ગણિતમાં હરકોઈ રમમાણ છે,
ખપ પૂરતો સંગાથ છે બસ!
સ્મૃતિની કબરોનો ઈલાજ રામબાણ છે.