ચારેબાજુ બધો બસ, બકવાસ છે,
એકેએક માણસ અહીં કારાવાસ છે.
કોણ? ક્યારે? કદી કોઈને મળે છે?
પળભર કોઈની ય સાથે કાં સહવાસ છે!
વહેમથી જ આ તો જીવી જવાય છે!
નહીં તો છત નીચે ય ક્યાં આવાસ છે!
છેતરામણીનો ડર પોસાતો નથી,
ક્યાં કોઈને પોતાની સુવાસ છે!
અસલી ઓળખાણ તો ઓડકાર છે.
સારું છે, પાનપસંદનો મુખવાસ છે!