‘આનંદવન’ – આનંદના અનુભવની અભિવ્યક્તિ

આમુખ – ‘આનંદવન’ દિવ્યેશ ત્રિવેદી

કોઈ પણ ચીજને એના સમગ્ર સ્વરૂપમાં જોવાનું ભૌતિક રીતે શક્ય નથી બનતું. બહુ પ્રયત્ન કરીએ તો ચીજનો સામેનો ભાગ જોઈ શકાય, પરંતુ બાકીનો અડધો ભાગ આપણે જોઈ શકતા નથી. ભૌતિક મર્યાદા આપણી વાસ્તવિક મર્યાદા બની ગઈ છે અને આપણે મોટાભાગની ચીજો કે પરિસ્થિતિઓને અત્યંત મર્યાદિત સ્વરૂપે જોઈએ છીએ. આપણી આંખ પર આપણા ગમાઅણગમા, ગ્રહો પૂર્વગ્રહો, લાગણીઓ અને માન્યતાઓ, પૂર્વાનુભવો અને સંસ્કારો વગેરેના ડાબલા બંધાઈ ગયા છે. તંત્રશાસ્ત્ર બધા ડાબલા છોડીને જવાનું કહે છે. પછી જે વસ્તુ કે પરિસ્થિતિ દેખાય છે પરિચિત હોવા છતાં અપરિચિત લાગે છે, જાણીતી હોવા છતાં અજાણી અને જૂની હોવા છતાં નવી લાગે છે. જેમ જેમ જોતા જઈએ તેમ તેમ એના નવા આયામો પ્રગટ થતા રહે છે. મેં તંત્રના સઘન પ્રયોગો કર્યા નથી. પરંતુ શક્ય તેટલા ડાબલા છોડીને વ્યક્તિઓ અને પરિસ્થિતિઓને નિરખવાનો પ્રયાસ કર્યો છે. રીતે મને જે દેખાયું છે એને મેં માણ્યું છે અને એનો આનંદ અહીં વ્યક્ત કર્યો છે. એથી મારુંઆનંદવન બને છે.

વિદ્વાન પત્રકાર અને કવિમિત્રદેવહુમા અગાઉના મારા નિબંધ સંગ્રહ ‘નંદનવન’ વિષે અનેઆનંદવન’ વિષે પણ કહેતા હતા કે જ્યાં સામાન્ય રીતે વિચારવાનું અટકતું હોય ત્યાંથી નિબંધોમાં વિચારવાનું શરૂ થાય છે. એમને એવું લાગ્યું હશે, પરંતુ મને એવું લાગે છે કે વિચાર અટકી જાય પછી પણ આગળ વિચારતા જવાની પ્રક્રિયા નિબંધોના મૂળમાં છે. ખરી વાત તો છે કે આપણું વિચારવાનું અટકતું નથી. આપણે એને અટકાવી દઈએ છીએ અથવા પેલા ડાબલા વિચાર-પ્રક્રિયાને અટકાવી દે છે. જીવનના ત્યોનું નવેસરથી નિર્માણ નથી થતું. આપણે તો સત્યોને ઘાડવાના-અનાવરિત કરવાના છે. અહીં એવું કંઈક કરવાનો ઉપક્રમ છે.

નિબંધોના નિમિત્ત વ્યક્તિઓ અને વ્યક્તિઓ સાથેના પ્રસંગો છે. પરંતુ એમનો સંબંધ નિમિત્ત પૂરતો છે. આગળ જતાં વ્યક્તિની સંપત્તિ મટીને સમષ્ટિની સંપદા બની જાય છે. એથી કોઈ પણ વ્યક્તિને વાંચતા વાંચતા પોતાનું ચિત્ત સંડોવતું હોય એવું લાગે તો એને સ્વાભાવિક ગણવું જોઈએ.

વિચારવાની ક્ષમતા માણસજાતને મળેલું એક વિશિષ્ટ વરદાન છે. પરંતુ એની સામે માણસે લીધેલી નહીં વિચારવાની અથવા અલ્પ વિચારવાની એવી હઠ એક વિશિષ્ટ અભિશાપ છે. વિચારવાનો એક અનોખો આનંદ છે અને એનાથી જીવનની અનેક બારીઓ ખૂલે છે તથા ચારે બાજુથી પ્રકાશ અને ખુલ્લી હવા જીવનમાં પ્રવેશીને જીવનને સતત તાજું કરતી રહે છે વાત પ્રત્યક્ષ અનુભવ વિના કદી આત્મસાત થાય તેવી નથી. એટલે એમ પણ કહેવાનું મન થાય છે કે આનંદવન મારા આવા અનુભવની અભિવ્યક્તિ છે.

મૂળે નિબંધો જનસત્તા-લોકસત્તા’માં નિયમિત કટાર સ્વરૂપે પ્રગટ થતા હતા. જનસત્તાના તંત્રી અને મારા મુરબ્બી શ્રી ભૂપતભાઇ વડોદરિયાનો વાત્સલ્યભાવ, ભાઈ શ્રી વિવેક દવેની મૈત્રી અને મિત્ર શ્રી દેવહુમાની કરૂણાસભર માવજતે મને લખતો રાખ્યો છે. અનેક લેખકો, મુરબ્બી સાહિત્યકાર મિત્રો અને વાચકોએ વખતોવખત પીઠ થાબડી છે. બધાનું ઋણ મારા માથા પર છે.

એક વાત આ તબક્કે ખાસ કહેવાનું મન થાય છે. જીવનમાં જેને દુર્ભાગ્ય ગણાવી શકાય એવી અનેક ઘટનાઓમાંથી પસાર થવાનું બન્યું છે. ક્યારેક કેટલાક લોકોએ મારા તરફ નારાજગી દર્શાવી હશે, ક્યારેક કોઈકે મારા તરફ ઘૃણાનું નિશાન તાક્યું હશે કે ક્યારેક કોઈના મનમાં મારા માટે દુશ્મનાવટ પણ પાંગરી હશે, તેમ છતાં મને એવું અનુભવાયું છે એ પણ એમના મારા તરફના સ્નેહનું જ એક સ્વરૂપ હતું. મારા જીવનની ખાતાવહીમાં એ સૌનો પ્રેમ જ જમા થયો છે. મારે કહેવું જોઈએ કે મને એકંદરે અઢળક પ્રેમ મળ્યો છે. આ પ્રેમ માટે આભારની લાગણી વ્યક્ત કરું તો એ પ્રેમનું અવમુલ્યન ગણાય. તેથી મારા મનમાં એ સૌ પ્રત્યે અનુગ્રહ જ છે.

કેટલીક વ્યક્તિઓ એવી પણ છે કે જેમણે મને નિર્વ્યાજ અને નિર્ભેળ પ્રેમ જ આપ્યો છે. આવી વ્યક્તિઓની યાદી ખૂબ લાંબી થાય તેમ છે. પરંતુ એમાંનાં કેટલાંક નામોનો ઉલ્લેખ કર્યા વિના રહી શકતો નથી. મારા પૂ. માતૃશ્રી સ્વ. શારદાબેન ત્રિવેદી (સૌના મોટીબેન) મારા માટે આરાધ્ય છે. એમના પ્રેમ, કાળજી અને સંસ્કારસિંચન મારી નસેનસમાં વહે છે. મારા મોટાભાઈ પૂ. ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીએ મને એમના એક અભિન્ન અંગ તરીકે સાચવ્યો છે. એમનો પ્રેમ મારી અભિન્ન સંપત્તિ છે. મારી પત્ની સ્મિતા (શીતલ) પ્રેમનું અવિરત ઝરણું છે. મારા સંતાનો ચિ. ઋત્વિક અને ચિ. ઋચા પ્રેમના પ્રતીકો છે. મારી આસપાસનું સમગ્ર જગત મને પ્રેમમય જ અનુભવાયું છે.

પ્રેમને અને લોહીના સંબંધોને કશી લેવાદેવા નથી એ વાત મારા સ્વ. પ્રાધ્યાપક અને પાછળથી મારા શ્વસૂર વિ. કે. શાહના લીલાછમ સાનિધ્યમાં મેં અનુભવી છે. મારા મુરબ્બી મિત્ર રજનીભાઈ વ્યાસ મને હંમેશા લખતા રહેવા માટે પ્રેમપૂર્વક ટપારતા રહ્યા છે. આવા અનેક નામ યાદ આવે છે. આવો જ નિર્વ્યાજ અને નિર્ભેળ પ્રેમ મને મુરબ્બી મિત્ર ડો. પ્રવીણ દરજી પાસેથી પણ મળ્યો છે. ભલે પ્રત્યક્ષ મળવાનું ઓછું બને, પરંતુ હૃદયથી તેઓ સદા નિકટ રહ્યા છે. આ પુસ્તકની એમણે ભાવપૂર્વક લખેલી પ્રસ્તાવના મારા એમના પરના પ્રેમાધિકારનું જ પરિણામ છે.       

દિવ્યેશ ત્રિવેદી

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: