એ ભલે બહાનું હતું,
આ નગર નાનું હતું!
જોખવા’તા શ્વાસ પણ,
ત્રાજવું કાણું હતું!
દાવ તો બાકી હતો,
હાથમાં પાનું હતું!
ધોમધમતા રણ મહીં,
આ ઝરણ છાનું હતું!
છેક છેલ્લી રાતમાં,
આ ઇજન શાનું હતું?
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
એ ભલે બહાનું હતું,
આ નગર નાનું હતું!
જોખવા’તા શ્વાસ પણ,
ત્રાજવું કાણું હતું!
દાવ તો બાકી હતો,
હાથમાં પાનું હતું!
ધોમધમતા રણ મહીં,
આ ઝરણ છાનું હતું!
છેક છેલ્લી રાતમાં,
આ ઇજન શાનું હતું?