રણ હતું જ્યાં રાતનું,
વન ઊગ્યું ત્યાં વાતનું!
કાચનું આખું નગર,
ઘર હતું ખેરાતનું!
સાવ નાની વાતમાં,
શું થયું સંગાથનું!
શ્વાસનો મેળો નથી,
શ્રાદ્ધ આ કઇ જાતનું!
છે ઘણું અંતર છતાં,
લાગતું બે હાથનું!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
રણ હતું જ્યાં રાતનું,
વન ઊગ્યું ત્યાં વાતનું!
કાચનું આખું નગર,
ઘર હતું ખેરાતનું!
સાવ નાની વાતમાં,
શું થયું સંગાથનું!
શ્વાસનો મેળો નથી,
શ્રાદ્ધ આ કઇ જાતનું!
છે ઘણું અંતર છતાં,
લાગતું બે હાથનું!