મહેંકતા સ્પર્શનો આતંક,
પ્રજળતા રક્તનો આનંદ!
ઊગ્યું આકાશ નાભીમાં,
કરડતા દર્ભનો આતંક!
હવેલી શ્વાસની પીંખી,
મચ્યો ઉચ્છવાસનો આતંક!
ઠરેલો આગનો દરિયો,
સૂસવાતો સ્વર્ગનો આતંક!
રુદનનો થાક ઠલવાતો,
થીજેલો પ્રાણનો આતંક!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
મહેંકતા સ્પર્શનો આતંક,
પ્રજળતા રક્તનો આનંદ!
ઊગ્યું આકાશ નાભીમાં,
કરડતા દર્ભનો આતંક!
હવેલી શ્વાસની પીંખી,
મચ્યો ઉચ્છવાસનો આતંક!
ઠરેલો આગનો દરિયો,
સૂસવાતો સ્વર્ગનો આતંક!
રુદનનો થાક ઠલવાતો,
થીજેલો પ્રાણનો આતંક!