૪૯. બોલે ઝીણા મોર

પ્રથમ પ્રેમનો પાલવ બોલે ઝીણા મોર,

વખત વખતની સંતાકૂકડી બોલે ઝીણા મોર!

ચાતક જેવી તૃષ્ણા લઇને બોલે ઝીણા મોર,

સપનાનું વાવેતર કરવા બોલે ઝીણા મોર!

તરસ વીંઝતું વાદળ વરસે વગડો લીલોછમ,

ટહુકે ટહુકે આંખ નિતારી બોલે ઝીણા મોર!

બે ત્રણ પળના વૈભવ પાછળ જાગ્યા આખી રાત,

નસનસમાં અજવાળું થઇને બોલે ઝીણા મોર!

ઠરી ગયેલા શ્વાસો સૂંઘે ઝાકળના મોતી,

અરસ પરસની ખુશ્બૂ વીંટી બોલે ઝીણા મોર!

સૂરજ જેવો સૂરજ આજે પળપળ ગોથાં ખાય,

અંધારાની આડશ લઇને બોલે ઝીણા મોર!

ઘડીએ ઘડીએ ઘાટ બદલતા ચહેરા ચારે કોર,

નજર ઉલેચી નાદ પરખતા બોલે ઝીણા મોર!

પાતાળે લીલી માટીનો દરિયો શું લહેરાય,

રણમાં જળની ધારા થઇને બોલે ઝીણા મોર!

કદી સુંબી રાતો ઢોળે પડછાયા લાંબા,

અગમ નિગમના ભેદ ખોલે બોલે ઝીણા મોર!

નિશ્વાસોનાં વાવાઝોડાં થીજે ચારેકોર,

ધબકારાના મંડપ બાંધી બોલે ઝીણા મોર!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: