વાતનું વતેસર થઇ જશે,
ખેડનું ય ખાતર થઇ જશે!
દાંતમાં તણખલું દાબતાં,
ચાંદની ચરાચર થઇ જશે!
વળગણો સમયના છૂટશે,
તો બધું બરાબર થઇ જશે!
આંખમાં રમે વંટોળિયા,
આ નગર નવું ઘર થઇ જશે!
શું તરસ અને શું ઝાંઝવા,
એ બધું સરોવર થઇ જશે!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
વાતનું વતેસર થઇ જશે,
ખેડનું ય ખાતર થઇ જશે!
દાંતમાં તણખલું દાબતાં,
ચાંદની ચરાચર થઇ જશે!
વળગણો સમયના છૂટશે,
તો બધું બરાબર થઇ જશે!
આંખમાં રમે વંટોળિયા,
આ નગર નવું ઘર થઇ જશે!
શું તરસ અને શું ઝાંઝવા,
એ બધું સરોવર થઇ જશે!