આ વલોપાતને ક્યાં જઈને ઢબૂરવો?
ખંજર ભોંકનારા સાવ અંગત જ હતાં.
ઘરને સમરાંગણ બનતાં વાર કેટલી?
પૂળો મૂકનારા સાવ અંગત જ હતાં.
સંબંધોના મહેલ રાતોરાત ક્યાં બંધાય છે?
પળમાં તોડનારા સાવ અંગત જ હતાં.
બધું સમેસૂતર માફક ક્યાં આવે છે?
અંધાધૂંધ કરનારા સાવ અંગત જ હતાં.
દાઝ્યાં પછી શમનની દવા ક્યાં હોય છે?
દર્દ વધારનારા સાવ અંગત જ હતાં.