૫૨. વિચારોની યાત્રા

વાત ક્યારેય નાની કે મોટી નથી હોતી,

વિચારોની માત્ર અદલાબદલીઓ હોય છે.

ખાધું, પીધું ને રાજ કર્યું ત્યાં વાર્તા પૂરી,

નહીં તો રાજકુમારી ક્યારે મોટી થતી હોય છે.

વિચારોને ભલે નથી હોતો કદી કોઈ અંત,

સારું છે, કાગળને પોતાને એક કિનારો હોય છે.

હજુ માડું કોઈ કલ્પનની એક કવિતા,

વિચારોની યાત્રા ત્યાં ફંટાઈ જતી હોય છે.

હજુ તો શીખવાનું શરુ થયું, એવો ભાવ થાય,

ત્યાં જિંદગી પૂરી થઈ જતી હોય છે.

હજી તો મુલાકાતની શરુઆત કરો,

ક્યારેક તો સઘળું સમજાઈ જતું હોય છે.

સંબંધોની ભાષા ઉકેલો તો જાણો,

ક્યારેક ઈકરારની તકરાર હોય છે.

મુદ્દો કોઈ અમથો ચગાવી જુઓ,

તમારી પાસે પાછો આવી જતો હોય છે.

ગરદન ઝૂકાવી અમારી રહેમ હતી,

બધાંને ક્યાં સલામ માફક આવતી હોય છે.

કેટકેટલું ચાલી નાખ્યું ધુમ્મસમાં,

આકાશ જેવું ક્યાં કશું સ્વચ્છ હોય છે.

ક્વચિત એક હલકી લકીર ખેંચી લ્યો ત્યાં,

ચિત્ર આખેઆખું પૂરું થઈ જતું હોય છે.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s