કોરી રેત પર આ કેવાં પગલાં અંકાયા?
દરિયો ઉલેચ્યો તો ય ભીંજાયા જ નહીં.
સુખના સરનામાં શોધતાં ચકલાં પાછાં ફર્યાં,
ચોખાનો દાણો, દાળનો દાણો મળ્યો જ નહીં.
કેટકેટલો ભાર હતો એ ડગલાં મહીં,
પાનખર ગયાં પછી વસંત આવી જ નહીં.
હૈયામાં હેતનાં ઢગલાં હતાં તરબતર,
છેડી દીધાં સૂર, ધૂન એકે મળી જ નહીં.