અર્થને ઓથારની છાયા મળે,
વ્હેમ થઇને શબ્દ હડકાયા મળે!
એકલા ધૃતરાષ્ટ્રને આંખો મળે,
તો કદી ઇતિહાસને પાયા મળે!
બે ઘડીના પાપનો આનંદ છે,
સો જનમ છો ના પછી કાયા મળે!
રેતમાં કડવાશનાં ખેતર ઉગે,
ચિત્તમાં રણના જ પડછાયા મળે!
આ અજંપો વૃક્ષ થઇને પાંગર્યો,
શું કરે જ્યાં દર્દની માયા મળે!
👌👌👌
LikeLike