આકાશ જેવું છે તેવું મળે તો બસ,
વરસાદનું એમાં સપનું ભળે તો બસ!
ચારે દિશાઓમાં કલરવ ભલે ન હોય,
ચિત્કાર જેવી ક્ષણ હર ક્ષણ ટળે તો બસ!
અકળાય જ્યારે મૌન વાચાળતા વચ્ચે,
નિશ્વાસના અર્થો શબ્દો કળે તો બસ!
અંધાર પટ કેવો અંધારિયા ખંડમાં,
અજવાસનો આભાસ પણ ઝળહળે તો બસ!
મારો જ પડછાયો મારા મહીં થીજે,
પળવાર માટે પણ એ સળવળે તો બસ!
અદ્ભુત
LikeLike
સંજયભાઈ, તમારું અનુસંધાન સાથેનું અનુસંધાન વધુને વધુ મજબૂત બનતું જાય છે. ધન્યવાદ!
LikeLiked by 1 person