માગ્યું કશું મળતું નથી,
મૃગજળ હવે છળતું નથી!
જે જાય છે મોં ફેરવી,
પાછું કદી વળતું નથી!
છે વાસનાઓ આંધળી,
મન સ્પર્શને કળતું નથી!
અર્પણ કર્યું’તું કૃષ્ણને,
એ ઘર હવે બળતું નથી!
આંખો ગ્રસી લે રાતને,
સપનું પછી છળતું નથી!
હું વધ કરો આકાશનો,
તો રક્ત પણ ગળતું નથી!