મર્યા પછી પણ મરણ નથી,
કશું કહ્યાનું સ્મરણ નથી!
હવે કશો ય ભરમ નથી,
સ્વર્ણ છતાં એ હરણ નથી!
હરું ફરું છું ચાલ્યા વિના,
બધું જ છે પણ ચરણ નથી!
સમય ગયો ક્યાં કહ્યા વિના,
વિષય – વ્યથાનું ગ્રહણ નથી!
નશો નકામો છળી ગયો,
અહીં નશાનું ચલણ નથી!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
મર્યા પછી પણ મરણ નથી,
કશું કહ્યાનું સ્મરણ નથી!
હવે કશો ય ભરમ નથી,
સ્વર્ણ છતાં એ હરણ નથી!
હરું ફરું છું ચાલ્યા વિના,
બધું જ છે પણ ચરણ નથી!
સમય ગયો ક્યાં કહ્યા વિના,
વિષય – વ્યથાનું ગ્રહણ નથી!
નશો નકામો છળી ગયો,
અહીં નશાનું ચલણ નથી!