શૂન્યનું સંગીત ક્યાં સંભળાય છે,
આંખથી ના આંખ પણ દેખાય છે!
પીઠ પર અંગાર છે આભાસના,
વક્ષ માંહે વેદના વહેરાય છે!
યુદ્ધના મેદાનમાં પેઠા પછી,
કોણ કોને નામથી પરખાય છે!
મોતના કૂવા મહીં ડૂબી ગયા,
શ્વાસનો સાગર હવે છલકાય છે!
જો પવન હો પાંખમાં પક્ષી તણા,
તો ગગન પણ ગોખમાં સંતાય છે!
રુપની માયા ભરી છે રાનમાં,
જાનકી પણ મૃગ થકી હરખાય છે!