અજંપો સળવળે વિશ્વાસમાં,
પછી ના કળ વળે નિશ્વાસમાં!
સમયનું શબ તરે આકાશમાં,
પ્રલય પણ ખળભળે આકાશમાં!
દિશાઓ દ્વાર થઈ સામે મળે,
હવાઓ રજ રળે ઉચ્છવાસમાં!
કદી ના માંગશો પાછું તમે,
હતું જે એ પળે સહવાસમાં!
વચનનું ક્યાં વજન વેંઢારવું,
કદી ના મૃગ મળે વનવાસમાં!