મૌન ઘાંટા પાડતું,
શબ્દનાં શબ ગાડતું!
ચોતરફ સ્મશાન છે,
ચાર પગલાં છાંડ તું!
કોણ આકાશે જશે,
વાદળાંને ફાડતું!
એ ઘડી પણ આવતી,
ભૂત ભુવાને ઝાડતું!
ચાંચમાં ન ચેતના,
આંખમાં મન રાડતું!
એક કેવળ એક છે,
આ ગણિત ના માંડતું!
શબ્દ થકી નિઃશબ્દ સાથે અનુસંધાન.
મૌન ઘાંટા પાડતું,
શબ્દનાં શબ ગાડતું!
ચોતરફ સ્મશાન છે,
ચાર પગલાં છાંડ તું!
કોણ આકાશે જશે,
વાદળાંને ફાડતું!
એ ઘડી પણ આવતી,
ભૂત ભુવાને ઝાડતું!
ચાંચમાં ન ચેતના,
આંખમાં મન રાડતું!
એક કેવળ એક છે,
આ ગણિત ના માંડતું!