તમારા આગમનથી તર થવાનું,
નગરના ચોક મધ્યે ઘર થવાનું!
ઘણું બોલ્યા કર્યું છે જિંદગીભર,
હવે તો મૌનથી સરભર થવાનું!
સદા ચાલ્યા કર્યું છે નિરર્થક,
તમારા સાનિધ્યમાં પર થવાનું!
ક્ષિતિજની પાર સ્વરોનો દરિયો,
સ્વરોને સાધવા તત્પર થવાનું!
મળ્યો છે આ સમયનો ઘા મજાનો,
હવે તો મૌનનો કલરવ થવાનું!