૪૨. સાધન શુદ્ધિ

નેતરપુર આમ તો બહુ નાનું ગામ કહેવાય. પરંતુ બદલાયેલી રાજકારણની સંસ્કૃતિની હવા એને પણ લાગી હતી. પંચાયતની ચૂંટણીઓમાં આ વખતે ભારે રસાકસી અને ઉત્તેજના વ્યાપેલી હતી. અત્યાર સુધીની ચૂંટણીઓ ને આ વખતની ચૂંટણીઓ વચ્ચે એક પાયાનો તફાવત એ હતો કે દર વખતે ચિત્ર પહેલેથી નક્કી થઈ જતું હતું. અને આ વખતે છેક છેલ્લી ઘડી સુધી કોઈ પરિણામની કલ્પના કરી શકતું નહોતું. ભલાકાકા અને માસ્તરકાકા વચ્ચેનો જંગ એવો હતો.

        ભલાકાકા પટેલ ઉર્ફે ભલાકાકા તો વર્ષોથી ગામના રાજકારણીની શાલ વીંટીને ફરતા હતા. પંચાયતની ચૂંટણીઓ લડવાની અને જીતવાની એમને પ્રેક્ટિસ થ હતી. આ વખતે એમની સામે મૂળજીભા ભટ્ટ ઉર્ફે માસ્તરકાકા મેદાનમાં હતા એટલે પરિસ્થિતિ બદલા હતી. મૂળજીભા આજીવન શિક્ષક હોવાથી એમને ગામનું દરેક નાનું મોટું માસ્તરકાકા કહીને જ બોલાવતું. ભલાકાકાના પરમેનન્ટ પ્રતિસ્પર્ધી હરગોવનદાસનો એક માત્ર જીવનમંત્ર ભલાકાકાને પછાડવાનો હતો. એમણે અનેક દાવપેચ ખેલ્યા હતા પરંતુ દર વખતે ભલાકાકા એમને એકાદ ડગલું પણ પાછળ પાડી દેતા હતા. બન્ને જમીન-જાગીર અને પૈસાની બાબતમાં સરખા ઊતરે એમ હતા. છતાં હરગોવનદાસ ઉર્ફે દાસભાની એક માત્ર ઉણપ એમનો તોછડો સ્વભાવ હતો. એને કારણે ભલાકાકા મેદાન મારી જતા હતા.

        દાસભા એટલા જ માટે આ વખતે નવી ચાલ ચાલ્યા હતા. એમણે પોતે ભલાકાકા સામે ઝુકાવવાને બદલે માસ્તરકાકાને તૈયાર કર્યા. સામાન્ય રીતે રાજકારણને નકરો ગંદવાડ ગણતા માસ્તરકાકા ભલાકાકા સામે ચૂંટણી જંગમાં ઊતરવા તૈયાર જ ન થાય. એટલે દાસભાએ માસ્તરકાકાને સિદ્ધાંતોનો કાવો પા દીધો અને માસ્તરકાકા તૈયાર થ ગયા. માસ્તરકાકા મેદાનમાં આવ્યા છે એ જાણ્યું ત્યારે તો આખા ગામમાં એક પ્રકારની ઉત્તેજના વ્યાપી ગ. સૌ કોને લાગ્યું કે આ વખતે ખરેખર રસાકસીભર્યો જંગ જામશે.

        માસ્તરકાકાએ ચૂંટણી-પ્રચાર શરૂ કરતાં પહેલાં જ જાહેર કર્યું કે, હું ગાંધીજીએ સૂચવેલા નિયમોનો ચુસ્ત આગ્રહી છું અને સાધન શુદ્ધિમાં માનું છું. હું પૈસાદાર નથી અને પૈસાથી ચૂંટણી લડવા માંગતો નથી. હું સિદ્ધાંતોને ખાતર ચૂંટણી લડવા માંગતો નથી. હું સિદ્ધાંતોને ખાતર ચૂંટણીમાં ઊભો છું. એમની પડખે દાસભા હતા. છતાં એમણે દાસભા સાથે પણ સાધન શુદ્ધિની શરત કરી હતી.

        અમારા ગામની સીમ છોડો કે તરત જ નેતરપુર ગામની હદ શરૂ થાય. અમારું ગામ તાલુકા મથક હોવાથી નેતરપુર સહિત આજુબાજુના ગામોનો મોટા ભાગનો વહેવાર અમારા ગામ સાથે જ હતો. એમાંય નેતરપુર તો પાંચ-દસ કે વીસ વર્ષ અમારા ગામનો જ એક ભાગ બની જવાનું છે એ નક્કી છે. એટલે ત્યાંના લોકો સાથે પરિચય ઘણો. ભલાકાકા, દાસભા અને માસ્તરકાકાને અમારા ઘર સાથે ય સંબંધ. એટલે આ ચૂંટણીમાં અમને પણ વિશેષ રસ પડે એ સ્વાભાવિક હતું. માસ્તરકાકા પ્રત્યે ઘણું માન હોવાથી અમે માસ્તરકાકાને ચૂંટણીમાં મદદ કરવા પણ જતા હતા.

        મતદાનનો દિવસ નજીક આવતો જતો હતો. દાસભા પૂરેપૂરા સક્રિય હતા. મતદાનની આગલી રાત્રે ગામ આખામાં જબરી ચહલપહલ હતી. એકેએક ચહેરા પર રહસ્ય બુરખો તાણીને ફરતું હોય એવું લાગતું હતું. દાસભા તો ગજબના કારભારમાં પડ્યા હતા. ફળીમાં ખાટલા પર બેઠા બેઠા દાસભા બે-ત્રણ જુવાનિયાઓ સાથે ઘૂસપૂસ કરતા હતા. ત્યાં અચાનક માસ્તરકાકા આવી ચડ્યા. એ વાત સાંભળી ગયા હતા. એટલે ગુસ્સે થ ગયા પરંતુ દાસભાએ એમને શાંત પાડ્યા. ખૂણે લ ને ખાસ્સી અડધા કલાક સુધી એમની સાથે મંત્રણાઓ કરી. અંતે ઢીલાં પગે માસ્તરકાકા ઘેર જને સૂ ગયા.

        બીજે દિવસે મતદાન થયું. સાંજે જ મતગણતરી હાથ ધરા અને રાત પડતાં પહેલાં તો પરિણામ પણ જાહેર થ ગયું. માસ્તરકાકા ૩૬ મતે જીત્યા હતા. દાસભાની આંખોમાં જબરી ચમક હતી. જિંદગીનો મકસદ જાણે પૂરો થઈ ગયો હોય એવી ખુશી એમના ચહેરા પર છલકાતી હતી. માસ્તરકાકાને હારતોરા થયા અને ગુલાલ ઊડાડીને એમનું નાનકડું સરઘસ પણ કાઢવામાં આવ્યું. લોકોમાં પણ ખુશીનું વાતાવરણ પ્રસરી ગયું હતું.

        ત્રણ દિવસ પછી પંચાયતની સભા મળી. સભામાં ભૂતપૂર્વ પ્રમુખ તરીકે ભલાકાકા પણ હાજર હતા. ભલાકાકાએ સામે ચાલીને માસ્તરકાકાને અભિનંદન આપ્યા. સભા પૂરી થ અને સૌ કો બહાર નીકળ્યા ત્યારે માસ્તરકાકા એકલા બેસી રહ્યા. અડધા કલાક પછી બહાર નીકળ્યા ત્યારે એમના ચહેરા પર રાહતની લાગણી દેખાતી હતી. મોડેથી ગામમાં આગની પેઠે સમાચાર પ્રસરી ગયા કે માસ્તરકાકાએ સભાપતિ તરીકે અને પંચાયતના સામાન્ય સભ્ય તરીકે પણ રાજીનામું આપી દીધું છે. માસ્તરકાકાને સૌ આવી આવીને પૂછવા લાગ્યાં. પરંતુ એમણે તો અકળ મૌનની ચાદર ઓઢી લીધી હતી.

        થોડા દિવસમાં વાયરો શમી ગયો, પરંતુ માસ્તરકાકા રાજીનામાના રહસ્યનો ભાર વાતાવરણમાં હજુ ય ભારેખમ વાદળની જેમ લટકતો હતો. એક દિવસ માસ્તરકાકા અમારા ગામમાં આવ્યા અને અમારે ઘેર મળવા આવ્યા. મોટાભાએ હળવે રહીને વાત છેડી અને માસ્તરકાકાએ પહેલી વાર દિલ ખોલીને વાત કરી.

        માસ્તરકાકાએ કહ્યું, “ચૂંટણીની આગલી રાત્રે દાસભાએ મને કહ્યું કે, બાકી બધું બરાબર છે. પરંતુ માત્ર કોળીવાસની પંચાવન ચોકડીનો જ પ્રશ્ન છે. ભલાકાકા દારૂ પાશે. આપણે દારૂ પાએ અને એક એક ચોકડીની પાંચની નોટ આપીએ મને એ મંજૂર નહોતું. પણ દાસભાએ કહ્યું કે, ચૂંટણી જીતવા માટે આટલું તો કરવું જ પડે. હું માન્યો નહીં એટલે દાસભાએ મને કુળદેવીના સમ આપીને ચૂપ રહેવા કહ્યું. મારી જીભ સીવાઈ . હું ચૂંટણી જીત્યો અને મેં જે બન્યું તે માતાજીની ચ્છાથી બન્યું છે એમ માનીને મન મનાવી લીધું. પરંતુ અભિનંદન આપવા આવ્યા ત્યારે…ત્યારે… શુંશું… એમની સાથે આંખ મિલાવી શક્યો નહીં. તમે જ કહો, હું મારા પ્રતિસ્પર્ધી સાથે આંખ ન મિલાવી શકું એવી જીત કે એવી ખુરશીની કે એવી સત્તાની ક કિંમત? આજે મને સંતોષ છે કે સાધન શુધ્ધિમાં હું ચૂક્યો, છતાં ચૂકીને મારા રસ્તે પાછો આવી ગયો છું”

માસ્તરકાકાને મૂરખ કહેવા, મહાન કહેવા કે નિતાંત ઈમાનદાર કહેવા?

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

1 comment

  1. માસ્તરકાકા નિતાંત ઈમાનદાર છે. આવા માણસ ખરેખર તો મહાન કહેવાય, પરંતુ મોટા ભાગના લોકો એમને મૂરખ માનવાના.

    Like

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: