૮. હકારના હલેસે હૈસો!

Paddles of Positivism are Strength!

સિકંદરનાં પ્રત્યેક વિજયનું એક મહત્ત્વનું કારણ એની આંખ પરનાં એક વિશિષ્ટ ચશ્માં હતાં. ચશ્માં વ્યક્તિએ પોતે બનાવીને પહેરવાં પડે છે. ‘રેબાનજેવી કોઈ કંપની બનાવતી નથી કેનગર ચશ્માંઘરજેવી કોઈ દુકાનમાં મળતાં નથી. વિશિષ્ટ ચશ્માં હકારનાં છે. ચશ્માં ચડાવ્યા પછી નજર બદલાઈ જાય છે. એક વખત ચશ્માં પહેરી લેનારને ધું હકારાત્મક દેખાય છે. એના શબ્દકોમાંથી નકારાત્મકતાની બાદબાકી થઈ જાય છે. ગમે તેવી કપરી અને ભીષણ લડાઈ પણ પોતાને જીતવા માટે નિર્માઈ છે એવો એમાંથી અર્થબોધ થાય છે. જિંદગીના જંગમાં ઘણા લોકો હથિયાર હેઠાં મૂકી દે છે. ખરી વાત છે કે એમની નકારાત્મક નજર એમના બાહુ અને એમનાં હૈયાંમાંથી બધી શક્તિઓ હણી લે છે અને હથિયાર હેઠાં મુકાવી દે છે. નકારાત્મક નજર મનમાં ડર અને અજ્ઞાત ભય પેદા કરે છે તથા કોઈ વાતે પહેલ કરવા દેતી નથી.

કોઈ પણ વિજેતા કે સફળ માણસનો એક મંત્ર હોય છે, “મારાથી કામ થઈ શકે છે.” જેના મનમાં પહેલા ધડાકે શંકા જાગે અથવા સવાલ થાય કે, “મારાથી કામ નહિ થાય તો?” શંકાને પગલે એને અનેક નકારાત્મક પરિબળો દેખાવા લાગે છે. આપણા મનની એક વિચિત્ર તાસીર છે. એક વખત આપણી નકારાત્મક બાબતોની વણઝાર શરૂ થઈ જાય છે પછી નકારાત્મક પરિબળોના આક્રમણમાં ઘણી બધી હકારાત્મક બાબતો પણ ખોવાઈ જાય છે. આપણા મનનું ગણિત શેરબજાર જેવું છે. એક વાર મંદીની અસર શરૂ થાય પછી તેજીનાં મજબૂત કારણો પણ ડિસ્કાઉન્ટ થઈ જાય છે. પરિણામે મંદીનો દોર શરૂ થઈ જાય છે અને ક્યાંય સુધી અટકતો નથી. શેરબજારમાં તો લાંબા સમય પછીયે તેજી પાછી ફરે છે, પરંતુ મંદીમાં સપડાયેલું મન પાછું તેજીમાં નથી આવતું. મજાની વાત તો છે કે શેરબજારના આવા સેન્ટીમેન્ટ પાછળ પણ માણસોનાં મનોવલણો સૌથી વધુ જવાબદાર હોય છે.

હકારાત્મકતા સફળતાનો રાજમાર્ગ છે.

એનો અર્થ એવો નથી કે જગતમાં નકારાત્મક કશું છે નહિ અને બધું હકારાત્મક છે. દરેક ચીજને એનું નકારાત્મક પાસું હોય છે. પરંતુ એય ભૂલવા જેવું નથી કે દરેક ચીજને પાછું એનું હકારાત્મક પાસું પણ હોય   છે. હકીકતમાં બન્ને પાસાં સિક્કાની બે બાજુઓ જેવાં છે. બન્ને પાસાં તરફ ઝીણી નજર કરવી પડે છે. નકારાત્મક પાસાની સદંતર અવગણના કરવાનું વલણ પણ જોખમી પુરવાર થાય છે. સિક્કાની બન્ને બાજુ જોવામાં આવે તો સિક્કાનું પૂર્ણ દર્શન થાય છે. આપણી સામે પાણીનો ગ્લાસ પડેલો હોય અને એમાં અડધું પાણી હોય ત્યારે એમાં હકાર અને નકાર બન્ને હોય છે. આપણે એમ માનીને ચાલીએ કે ગ્લાસ અડધો ખાલી છે તો આપણે ઉઠાવીને આપણી તરસ છીપાવીશું નહિ. પરંતુ એટલી સાચી હકીકત હોય છે કે અડધો ગ્લાસ ભરેલો છે અને તરસ છીપાવવા માટે એટલું પાણી પણ ઓછું નથી. સિકંદરને અડધો ખાલી ગ્લાસ નહિ, અડધો ભરેલો ગ્લાસ દેખાય છે.

નકારાત્મક નજર પરિસ્થિતિનો શક્ય તેટલો મહત્ત્વનો લાભ ઉઠાવવાની તક આપણી પાસેથી હણી લે છે. જે નથી તે આપણને પહેલું દેખાય છે અને એની પાછળ જે છે તે ઢંકાઈ જાય છે. ખરો સવાલ નકારાત્મક નજરનો અવરોધ હટાવવાનો છે. એક વાર એક મિત્રને કોઈકે એમના જન્મ દિને એક સુંદર ડાયરી ભેટ આપી. મિત્રે ડાયરી હાથમાં લઈને એનાં પાનાં ઉથલાવ્યાં. પછી એમણે કહ્યું, ‘ડાયરી તો સારી છે, પણ મારા કામની નથી. ઓગષ્ટ મહિનો ચાલે છે. સાત મહિના તો જતા રહ્યા….’ ડાયરી આપનાર મિત્રે કહ્યું, સાત મહિના જતા રહ્યા, પરંતુ હજુ પાંચ મહિના બાકી છે. મેં તમને ગયેલા સાત મહિના માટે નહિ, આવનારા પાંચ મહિના માટે ડાયરી આપી છે!’

આપણા જીવનનું પણ એવું છે. મોટા ભાગના માણસો પોતાનો સૌથી વધુ સમય વીતેલા વર્ષોનાં અફસોસમાં પસાર કરે છે. આવનારાં વર્ષો તરફ જોવાનો એમને સમય નથી. સમય પસાર થઈ ગયો જો વાસ્તવિકતા છે તો હજુ સમય પસાર થવાનો છે વાસ્તવિકતા છે. પરંતુ પહેલી વાસ્તવિકતાને વાગોળ્યા કરવાથી આપણે બીજી વધુ મજબૂત વાસ્તવિકતાને બાજુએ હડસેલી દઈએ છીએ. બીજી રીતે જોઈએ તો આવી નકારાત્મક નજર આપણને કાળભાન ભૂલાવી દે છે. આપણે ભૂતકાળને વાગોળીને અફસોસ કરવામાં આપણો વર્તમાન બગાડીએ છીએ. નિષ્ફળ ભૂતકાળનું કદ વધારતા જઈએ છીએ. વર્તમાનની દરેક ક્ષણ પ્રતિક્ષણ ભૂતકાળ બનતી હોય છે. માત્ર અફસોસ કરીને આપણે વર્તમાનની ક્ષણોને નિરર્થક બનાવીએ છીએ. વળી હવે પછીની દરેક ક્ષણ આપણું ભવિષ્ય છે. અફસોસ કરવાની પ્રક્રિયા પ્રત્યેક ક્ષણે ભાવિની ક્ષણોનો ભોગ લેતી રહે છે. પરિણામે વર્તમાન અને ભાવિ બન્નેનો એક માત્ર ઉપયોગ આપણે આપણા નિષ્ફ્ળ ભૂતકાળમાં ઉમેરણ કરવા માટે કરતા રહીએ છીએ. ભૂતકાળના અફસોસને દૂર કરવાનો કે હળવો કરવાનો શ્રેષ્ઠ ઈલાજ વર્તમાન અને ભાવિ છે. નકારાત્મક નજરથી વર્તમાન અને ભાવિ બન્ને વેડફાય છે.

ઘણી વાર એવું લાગે છે કે આપણને પ્રકારની નકારાત્મક નજર બાળપણથી અને ઉછેરના કાળથી મળે છે. ધીમે ધીમે આપણા આખા વ્યક્તિત્વ ફરતે નકારાત્મકતાનું કવચ લાગી જાય છે. બાળપણથી આપણે જાત જાતના નિષેધોમાં ઘેરાતાં રહીએ છીએ. બાળકને મોટે ભાગે જે કંઈ સૂચનાઓ અપાય છે નકારમાં અપાય છે. ‘મોટેથી બોલવાનું નહિ, ડાબા હાથે ખાવાનું નહિ, મોટેથી રડવાનું નહિ, બહુ ખાખા કરવાનું નહિ, કોઈને તુંકારો કરવાનો નહિ, આપણાથી નાનાં હોય એને મારવાનું નહિ, વગેરેપરંતુ વાત હકારાત્મક રીતે પણ શીખવી શકાય છે આપણે ભૂલી જઈએ છીએ. ‘ધીમેથી બોલીએ તો બધાંને ખૂબ સારું લાગે, બીજાં બધાં જમણા હાથે ખાય છે તો આપણે પણ જમણા હાથે ખાઈએ તો સારું લાગે, રડવું આવે તો ધીમેથી રડાય, ભાવતી વસ્તુ ખવાય પણ થોડી ખવાય, બધાંને માનથી બોલાવીએ તો વહાલા લાગીએ અને આપણાથી નાનાં હોય એને વહાલ કરીએ તો કેટલું સારું લાગે? મનોવિજ્ઞાન પણ કહે છે કે હકારાત્મક સૂચનોની અસર  કેટલી ઘાતક નીવડે છે એનો આપણને અંદાજ હોતો નથી. ડાબા હાથે ખાનાર બાળકને એમ નહિ કરવા ધમકાવવામાં આવે કે એના ડાબા હાથ પર મારવામાં આવે તો કદાચ જમતી વખતે ડાબા હાથનો ઉપયોગ કરવાનું બંધ તો કરશે, પરંતુ એથી એના મનના ઊંડા ખૂણે ડાબા હાથ તરફ અપરાધભાવ થશે, એટલું નહિ, જમણા હાથ પ્રત્યેનો અહોભાવ જાગશે નહિ. લાંબા ગાળે આવું વલણ વ્યક્તિત્વની પંગુતા તરીકે વિકસે છે.

બાળપણથી ચાલ્યું આવતું વલણ ઠેર ઠેર વિષચક્રો સર્જે છે. આપણો કાયદો ઘરથી માંડીને ઑફિસ અને કારખાનાના નીતિનિયમો વગેરે તમામની રજૂઆત આપણે નકારાત્મક રીતે કરીએ છીએ. ‘જમણી બાજુ વાહન ચલાવનારને દંડ થશેએવી વાતડાબી બાજુ વાહન ચલાવે સારો નાગરિક કહેવાશેએમ પણ કહી શકાય? કારખાનામાં નીતિનિયમો અને આચારસંહિતાઓ નકારાત્મક સૂરમાં ઘડાય છે. ‘મોડા આવનારને દંડ થશે અને પગાર કપાઈ જશે નિયમસમયસર  આવનાર  કર્મચારી સન્માનનો અધિકારી છે રીતે રજૂ કરી શકાય? કેટલીક સંસ્થાઓ તો નકારાત્મક સૂચનોના જંગલ જેવી હોય છે. પરિણામે ત્યાં કામ કરનાર સતત શું નથી કરવાનું એની ચિંતામાં અટવાયેલો રહે છે. પરિણામે એણે શું કરવાનું છે વિચારવાની એને ભાગ્યે ફુરસદ મળે છે.

થોડા સમય પહેલાં સરકારી અધિકારીઓના તાલીમી કાર્યક્રમમાં એક નાનકડો પ્રયોગ કર્યો હતો. અધિકારીઓને કહ્યું કે સરકારી અધિકારીઓ સાથેના સામાન્ય પ્રજાના સંબંધો વિષે  દસેક મુદ્દા એક કાગળ પર લખો કાર્યક્રમમાં ૨૪ અધિકારીઓ હતા. આમાંથી બે અધિકારીઓને બાદ કરતાં બાકીના ૨૨ અધિકારીઓએ પ્રજા સાથેના સંબંધોમાં જે કંઈ ઊણપો, પૂર્વગ્રહો, ગેરસમજો તથા વિપરિત અનુભવો થયા હતા એની યાદી બનાવી હતી. ફકત બે અધિકારીઓ એવા હતા, જેમણે એમ પણ લખ્યું હતું કે લોકો સરકારી અધિકારીને માનની નજરે જુએ છે, સમાજમાં મોભાનું સ્થાન આપે છે, પોતાની સવલતો જતી કરીને એમને અગ્રતા આપે છે, નિવૃત્તિ પછી પેન્શન જેવી સવલતો પણ ખરેખર તો લોકો આપે છે. ભાવાર્થ મળે છે કે આપણી આંખ પર નકારાત્મકતાનાં એવાં પડળ ચડી ગયાં છે કે આપણને પહેલી નકારાત્મક બાબતો દેખાય છે. પરંતુ દરેક બાબતને એનું એક હકારાત્મક પાસું પણ છે વિસરાઈ જાય છે.

ઘરમાં પણ અનેક વખત એવું બને છે. ગૃહિણી રસોઈ બનાવે પછી દાળશાક ચાખી લે છે. પતિ કે બાળકોને સારી રીતે જમાડવાં છે. પરંતુ ચાખતી વખતે એના મનમાં દહેશત હોય છે, મીઠું તો બરાબર છે ને! દાળ બહુ ગળી તો નથી થઈ ગઈ ને! ખરેખર તો મનમાં એવો વિચાર હોવો જોઈએ કે દાળ સરસ હશે! ચાખવાની ક્રિયા તો દાળ સરસ થઈ હોવાનો પુરાવો મેળવવા માટે હોય. ક્યારેક ઘરની વ્યક્તિને બહારથી આવતાં મોડું થાય. રોજ રાત્રે આઠ વાગે ઘેર આવી જનાર દસ વાગ્યા સુધી પણ આવે ત્યારે આપણને પહેલાં જે વિચારો આવે છે તે આવા હોય છે. રસ્તામાં અકસ્માત તો નહિ થયો હોય ને? તબિયત બગડી હશે? ઑફિસમાં કંઈ બબાલ થઈ હશે? આપણા ઘર તરફનો રસ્તો નિર્જન અને સૂમસામ છે. રસ્તામાં કોઈએ…. આવા વિચારો ઘેરી વળે છે. ઘણી વાર તો ચિંતામાં રુદન પણ શરૂ થઈ જાય છે. ભાઈ ઘેર આવે ત્યારે ખબર પડે કે એમને પ્રમોશન મળ્યું છે અને નવી જવાબદારી અંગે ચર્ચા કરવા મેનેજર સાથે મિટિંગ હતી તેથી મોડું થયું. પરંતુ આવો વિચાર આપણને ભાગ્યે આવે છે.

ડેલ કાર્નેગીએ એક બહુ સરસ વાત કરી છે. નકારાત્મક વાતની શરૂઆત પણ હકારાત્મક રીતે થવી જોઈએ. નકાર રસ્તો બંધ કરી દે છે, જ્યારે હકાર રસ્તા ખોલી આપે છે. નકાર આત્મવિશ્વાસને હણી લે છે, જ્યારે હકાર આત્મવિશ્વાસનો ગુણાકાર કરે છે. સવાલ માત્ર એવી દ્રષ્ટિનો થાય છે. સફળ માણસ અને સુખી માણસ પોતાના જીવનની ઊણપો અને નિષ્ફળતાઓને એક બાજુએ મૂકીને સિધ્ધિઓ અને સફળતાઓને નજર સામે રાખે છે. જેની પાસે સ્કૂટર છે કાર ધરાવનાર સાથે પોતાની સરખામણી કરીને દુઃખી થશે અને સાઇકલવીરને જોશે તો સુખી થશે. સવાલ નજરનો છે. હકારાત્મક વલણ સુખ અને સફ્ળતાનો રાજમાર્ગ છે.  

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: