૧૦. ગુસ્સાનાં વિનાશકારી ઘોડાપૂર!

Devastating Flood of Anger

કહેવાય છે કે વિશ્વવિજેતા સિકંદર ભાગ્યે ગુસ્સો કરતો હતો. છતાં એની આસપાસના સૌ કોઈને એના ગુસ્સાનો ડર રહેતો હતો. વિરોધાભાસી લાગે એવી વાત છે. જે માણસ ગુસ્સો કરતો હોય એના ગુસ્સાથી ડરવાનું શું? ખરી વાત છે કે સિકંદરને ઘણી વાર ગુસ્સો તો આવતો હતો, પરંતુ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાની એની પધ્ધતિ વિશિષ્ટ હતી. કોઈ માણસ એવો દાવો તો કરી શકે એને ગુસ્સો આવતો નથી. અપવાદ રૂપે કોઈ વ્યક્તિ મળી જાય કે જે કદી ગુસ્સો નહિ આવતો હોવાનો દાવો કરે તો માનવું કે એની માનસિક સ્થિતિમાં કશીક ગરબડ  છે અને એને સારવારની જરૂર છે. વિજેતા બનવાનાં જેનામાં લક્ષણ હોય એને ગુસ્સો તો આવવો જોઈએ, પરંતુ એની ગુસ્સો વ્યક્ત કરવાની પધ્ધતિ જુદી હોય છે.

ગુસ્સો કેવી રીતે વ્યક્ત કરાય?

ગુસ્સો સાહજિક પ્રક્રિયા છે. એને આપણે એક આવેગ તરીકે ઓળખીએ છીએ. મનોવિજ્ઞાનીઓ કહે છે કે ચેતાતંત્રની વ્યવસ્થામાં કોઈક ગરબડ સર્જાય કે વિક્ષુબ્ધતા આવે ત્યારે આવેગ પ્રગટે છે. જેની મનઃસ્થિતિ સદંતર ખોરવાઈ ગઈ હોય એટલે કે જે પાગલ હોય તેને અથવા જેણે ખૂબ તપ કરીને સ્થિરતા પ્રાપ્ત કરી હોય એવા માણસને કદાચ ગુસ્સો આવે. વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો બન્ને પ્રકારના માણસો અસાધારણ (abnormal) ગણાય. આપણે તો સાધારણ (normal) માણસ સાથે લેવાદેવા છે. સાધારણ માણસને ગુસ્સાને લાગેવળગે છે ત્યાં સુધી સાધારણ રહીને પણ અસાધારણ બનવા પ્રયત્ન કરવાનો છે. સાધારણ માણસ તરીકે એને ગુસ્સો આવવો જોઈએ, અને અસાધારણ માણસ તરીકે એણે ગુસ્સો વ્યક્ત કરતાં શીખવું પડે.

ગુસ્સાના સ્વરૂપને સમજવું હોય તો નદીનાં પૂરના ઘસમસતા પ્રવાહને યાદ કરવો જોઈએ. આમ જુઓ તો નદીનો પ્રવાહ ખૂબ શાંત, તાલબધ્ધ, સંગીતમય અને સ્વસ્થ હોય છે. પૂર આવે ત્યારે  રૌદ્ર રૂપ ધારણ કરીને ઘસમસવા માંડે છે. પછી પ્રવાહ શાંત નથી રહેતો. એનો  તાલ તૂટી જાય છે અને સંગીત ઘોંઘાટમય બની જાય છે. સૌમ્ય પ્રવાહ પોતાની આસપાસની ભૂમીને ભીંજવીને ફળદ્રુપ બનાવે છે અને રૌદ્ર સ્વરૂપ પકડે પછી એને અટકાવવાનું કે કાબૂમાં લેવાનું અઘરું હોય છે. વખતે તો એનાથી બચીને દૂર ભાગવાની પેરવી કરવી પડે છે. એની ઝપટમાં આવ્યા તો ગયા સમજો! નદીના ચેતાતંત્રમાં પડેલા વિક્ષેપનું પરિણામ હોય છે.

માણસના ગુસ્સાનું પણ આવું છે. સ્વસ્થ, તાલબધ્ધ અને સંગીતમય માનવી અનેક સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી શકે છે. પરંતુ એક વાર ગુસ્સાનો પ્રવાહ વહેતો થાય પછી સ્વસ્થતા, તાલબધ્ધતા અને સંગીત વેરવિખેર થઈ જાય છે. વિવેકના નામે મીંડું વાગી જાય છે અને ગુસ્સાનો ઘસમસતો પ્રવાહ કોને ક્યારે ઝપટમાં લેશે અને કેવો વિનાશ સર્જશે કહેવું મુશ્કેલ થઈ પડે છે. નદીમાં પૂર આવતાં એના સંભવિત ઘસારાને કાબૂમાં લેવા બંધ બાંધી શકાય છે. અથવા બીજા ઉપાયો પ્રયોજી શકાય છે. પરંતુ જેમ પૂર આવે ત્યારે કશું થઈ શકતું નથી તેમ ગુસ્સો કમાન છટકાવે ક્ષણે કંઈ પણ કરવું અઘરું બની જાય છે. એનો અર્થ છે કે માણસે પોતે ચિત્ત સ્વસ્થ હોય ત્યારે ગુસ્સા પર નિયંત્રણના ઉપાયો વિચારવા જોઈએ અને પ્રયોજવા જોઈએ.

ગુસ્સાને સમજવા અને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતાં પહેલાં કેટલીક પાયાની બાબતો વિચારવી જરૂરી બને છે. પહેલી વાત તો છે કે આપણને ગુસ્સો આવે ત્યારે આપણે કેવી રીતે વર્તીએ છીએ અને અત્યારે સુધી ગુસ્સાથી આપણને કેટલું નુકસાન થયું છે વિચારવું જોઈએ. મતલબ કે આપણા ગુસ્સાને પહેલાં આપણે સમજવો પડે. છી આપણને ક્યારે અને કેવા કેવા સંજોગોમાં ગુસ્સો આવે છે શોધી કાઢવું પડે. આપણું રોજબરોજનું જીવન એટલું સંઘર્ષમય છે અને આપણને ડગલે ને પગલે એટલા બધા માણસો સાથે કામ પડે છે કે આપણી સ્વસ્થ મનોદશામાં તિરાડ પડવી સ્વાભાવિક છે. શાંત પાણીમાં કાંકરો પડતાં વમળો સર્જાય એમ આપણા દિમાગની સ્વસ્થતા ડહોળાતી હોય છે અને આપણે ગુસ્સો કરી બેસીએ છીએ. આપણે બહુધા આપણા ગમાઅણગમા, પસંદગીનાપસંદગી, પૂર્વગ્રહો અને લાગણીઓ તથા વિરોધાભાસોથી બંધાયેલા હોઈએ છીએ. આમાં ક્યાંય પણ વાંકુ પડે એટલે આપણે અસ્વસ્થ થઈ જઈએ છીએ. રીતે આપણને અસ્વસ્થ કરનારાં પરિબળો (Irritants) બે પ્રકારના હોય છે. એક હળવાં છે તો બીજાં તીવ્ર છે. બન્નેને ઓળખી કાઢવાં જરૂરી બને છે. હળવાં ઉત્તેજકોનો માનસિક પ્રત્યાઘાત સહેજ ઘીમો આવે છે અને તીવ્ર ઉત્તેજકો તરત વિસ્ફોટ સર્જે છે. નદીમાં ખરેખર પૂર આવે પહેલાં એનો અણસાર મળી જતો હોય છે અને ચેતવણીનો ઉપયોગ કરીને આપણે સાવચેતીનાં આગોતરાં પગલાં પણ લઈ શકીએ છીએ. ગુસ્સાનું પણ એવું છે. ચેતાતંત્રમાં વિક્ષુબ્ધતા સર્જાય ત્યારે આપણને એનો થોડીક ક્ષણો માટે સંકેત મળી જતો હોય છે. આંખમાં લોહી ધસી આવું, હાથપગમાં ધ્રૂજારી આવવી, દાંત ભીડાઈ જવા, ભ્રમરો ચડી જવી વગેરે પ્રકારના સંકેતો છે. આવા સંકેતોને સમયસર પારખી લેવાય તો વિસ્ફોટ થતો અટકાવી શકાય છે. બોમ્બ કે ટેટો ફોડીએ ત્યાર પહેલાં પલીતો સળગે છે. એનો ધુમાડો જોઈ લીધા પછી પગ નીચે દબાવીને લીતો ઓલવી નાખીએ પછી બોમ્બ કે ટેટો ફૂટતો નથી. અલબત્ત, એમાં સહેજ પણ ધૂંઘવાટ રહી ગયો હોય તો થોડી વાર પછી પણ ફૂટે છે અને આવી રીતે ફૂટે ત્યારે અચાનક ફૂટે છે. એટલે આવે વખતે આપણા મનનો ધૂંઘવાટ પૂરેપૂરો શમે પણ એટલું જરૂરી ગણાય.

ક્યારેક પૂર આગોતરી ચેતવણી આપ્યા વિના એકાએક ઘસી આવે છે. જેને આપણે ઘોડાપૂર કહીએ છીએ. ઘોડાપૂર કેટલીક નદીઓની લાક્ષણિકતા હોય છે. એથી એવી નદીઓ પર ઘોડાપૂરને ધ્યાનમાં રાખીને તકેદારીનાં પગલાં લેવાં પડે છે. પૂરની જેમ ગુસ્સો સારાનરસાનો અને નફાનુકસાનનો વિવેક ભૂલાવી દે છે. કલાકો અને દિવસોની મહેનતને ગુસ્સો એક ક્ષણમાં ધૂળમાં મેળવી દે છે. ગુસ્સો શમે પછી પસ્તાવો શરૂ થાય છે. પસ્તાવાની લાગણી થાય ત્યાં સુધી માનવું કે હજુ ગુસ્સો પૂરેપૂરો શમ્યો નથી. ગુસ્સાની આપણી અભિવ્યક્તિ સાથે સંકળાયેલી કેટલીક વ્યવહારુ બાબતોને પણ સ્વસ્થ અવસ્થામાં ધ્યાનમાં લેવા જેવી છે. મન પર ગુસ્સો સવાર થાય ત્યારે બાકીની બધી ઇન્દ્રિયો સુષુપ્ત થઈ જતી હોય છે. દેશમાં યુધ્ધ થાય ત્યારે બીજી બધી પ્રવૃત્તિઓ ઠપ થઈ  જાય એવું આપણા સમગ્ર વ્યક્તિત્વમાં બને છે. ગુસ્સાનો પારો ઊંચો ચડે એટલે જીભ થોથવાય છે, બોલવા પર કાબૂ રહેતો નથી, નરી આંખે દેખાતી વસ્તુ પણ આપણને દેખાતી નથી, આપણા કોઈ પણ કૃત્યનાં પરિણામોનો વિચાર કરવાની આપણી શક્તિ તત્ક્ષણ પૂરતી હણાઈ જાય છે. સામાન્ય રીતે આપણે જે હોઈએ છીએ તે ગુસ્સાની સ્થિતિમાં નથી હોતા. આપણી આસપાસના વાતાવરણને આપણે  આશ્ચર્યમાં નાખી દઈએ છીએ. આપણી આજુબાજુના લોકો આપણી સાથે એમણે કઈ રીતે વર્તવું વિષે દ્વિધામાં પડી જાય છે. આપણો ગુસ્સો થાળે પાડે પછી પણ ક્યાંય સુધી એની પાશ્ચાદ્ અસરો વર્તાતી રહે છે. જેના મન પર આપણા ગુસ્સાભર્યા વર્તનની દ્રઢ છાપ અંકિત થઈ હોય છે હળવી પળોમાં પણ આપણી સાથે વર્તતાં સાવચેત અને સભાન રહે છે.

ગુસ્સા પર કાબૂ મેળવવો, નિયંત્રણ સિદ્ધ કરવું અને ગુસ્સો વ્યક્ત કરવાની માન્ય અભિવ્યક્તિ વિકસાવવી અઘરું કામ છે, પરંતુ સાવ અશક્ય નથી. ગુસ્સાની બેફામ અને આડેધડ અભિવ્યક્તિ ક્યારેક પૂરાય એવી ખોટ સર્જે છે. ગુસ્સો કરીને પછી કરાતો પસ્તાવો કે વસવસો ઘણી વાર ક્ષતિની ખાઈ પૂરી શક્તો નથી. અનેક વાર એવો અનુભવ થાય છે કે ગુસ્સાનાં તોફાની મોજાંની થપાટો ખાઈને ડૂબી ગયેલાં વહાણ ઊગરતાં નથી કે પાછાં વળતાં નથી. વિવેક ચૂકાઈ જતો હોવાથી ક્યારેક આપણે અક્ષમ્ય અપરાધ પણ કરી બેસીએ છીએ.

ગુસ્સો આવવો તો જોઈએ . ગુસ્સાને દબાવીને દઈએ તો વિકૃત્તિ બનીને બહાર આવે. એટલે ગુસ્સો વ્યક્ત પણ થવો જોઈએ. પરંતુ બૂમાબૂમ કે રાડારાડ કરવાથી યા ગાળો બોલવાથી અને તોડફોડ કે મારામારી કરવાથી ગુસ્સો વ્યક્ત થાય એમ સમજવું ભૂલભરેલું છે. પહેલાં તો ગેરસમજમાંથી બહાર આવી જવું પડે. ગુસ્સો બૂમ પાડીને વ્યક્ત થાય તેમ ઘેરા અને મક્ક્મ અવાજે પણ વ્યક્ત થાય. ગુસ્સો હાથથી થપ્પડ મારીને કે ધક્કો મારીને થાય તેમ આંખ ઝીણી કરીને પણ વ્યક્ત થાય. ગુસ્સો કશુંક પછાડીને કે કોઈકને ધક્કો મારીને વ્યક્ત થાય તેમ દાંત ભીડીને કે ભ્રમરો ખેંચીને પણ વ્યક્ત થાય. સવાલ ગુસ્સાને વ્યક્ત કરવાનો છે. કેટલાક ઓછા હાનિકારક માન્ય રસ્તા અપનાવવા જતાં ઘણા એવી દલીલ કરે છે કે આપણે ગુસ્સો વ્યકત કરીએ ને સામાને સમજાય હિ એનો અર્થ શું? દલીલ છેતરામણી છે, કારણકે સામાને ખબર પાડવા જતાં ઘણી વાર આપણને ખબર પડી જતી હોય છે. ગુસ્સો વ્યક્ત કરવાની આપણી પધ્ધતિ આપણા બીજાઓ સાથેના લાંબા ગાળાના સંબંધો અને વ્યવહારો પર ઘેરી અસર  કરે છે. ગુસ્સો કરવાની એક ક્ષણ હોય છે, પરંતુ એનાં પરિણામોની ક્ષણો અનેક હોય છે. એથી સફ્ળ માણસ ગુસ્સો વ્યક્ત કરવા નિયંત્રિત પધ્ધતિઓ પ્રયોજે છે અને એના માટે સફળતા અને વિજયનું રસાયણ બને છે.

ગુસ્સા વિષે પ્રાથમિક સમજ પ્રાપ્ત કરી લીધા પછી એના પર નિયંત્રણ લાવવા અને અભિવ્યક્તિની તરાહ સુધારવા કેટલાક હાથવગા નુસખા છે. તેઓ કહે છે કે બહુધા આપણે બે પરિસ્થિતિમાં ગુસ્સે થતાં હોઈએ છીએ – આપણે ખોટા પડીએ અને બીજાઓ સાચા હોય ત્યારે આપણો અહમ્ ઘવાતાં આપણે ગુસ્સે થઈએ છીએ અને આપણે સાચા હોઈએ ને બીજાઓ આપણી વાત સ્વીકારતાં હોય ત્યારે ગુસ્સો આવે છે. ડૉ. સ્વાર્ત્ઝ કહે છે કે બન્ને પરિસ્થિતિઓ વિષે શાંત ચિત્તે વિચારીને મનમાં નક્કી કરી લેવું જોઈએ કે જો આપણે સાચા હોઈએ તો ગુસ્સો કરવાની જરૂર નથી અને ખોટા હોઈએ તો ગુસ્સે થવાનો આપણને અધિકાર નથી. એક મનોવિજ્ઞાની કહે છે કે ગુસ્સો આવી રહ્યો છે એવી મનમાં સાઈરન વાગે કે તુરત પ્રવૃત્તિ બદલી નાખવી શ્રેષ્ઠ ઉપાય છે. વખતે એક ગ્લાસ પાણી પી લેવાથી કે મનમાં એકથી સો સુધી બોલી જવાથી પણ પૂર આવતાં પહેલાં ઓસરી જતાં હોય છે .

પાયાની શરત એટલી છે કે ગુસ્સા વિષે ગુસ્સાથી કે જુસ્સાથી નહિ, પણ શાંતિથી વિચારવું જરૂરી છે. હારેલા પોરસનો આત્માભિમાનથી છલકતો જવાબ સાંભળીને સિકંદરે એની પર ગુસ્સો કર્યો હોત તો આજે આપણે એને યાદ કરતાં હોત ખરાં?

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

2 comments

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: