૧૧. પ્રશંસાનું મૂલ્યવાન ટૉનિક!

Valuable Tonic of Appreciation!

વિશ્વવિજેતા સિકંદરની એક ખાસિયત તી. પોતાના દરબારીઓ, સહાયકો, સેનાપતિઓ અને સૈનિકોની કામગીરી તથા વર્તણૂક પર ઝીણી દેખરેખ રાખતો હતો એટલું નહિ, એમાંથી જે કોઈની સારી કામગીરી નજરે ચડે એને વ્યક્તિગત રીતે બોલાવીને એની પ્રશંસા કરતો, શાબાશી આપતો અને બહુ સારું કામ કરનારનું જાહેરમાં સન્માન પણ કરતો. સારા કામને બિરદાવવું અને એની પ્રશંસા કરવી વિજેતાનું લક્ષણ છે. સામાન્ય રીતે આપણે એવું જોઈએ છે કે માણસને પોતાની પ્રશંસા સાંભળવી ગમે છે, પરંતુ બીજા કોઈની પ્રશંસા કરતી વખતે કંજૂસ બની જાય છે. ઘણા માણસો એમ માનતા હોય છે કે આપણા સહાયકો અથવા હાથ નીચેના માણસોની પ્રશંસા કરીએ તો તેઓ ફાટી જાય છે અને છકી જાય છે. હાથ નીચેના માણસોને તો દબડાવવાના હોય!

જેણે વિજેતા બનવું છે એણે એક વાત સમજી લેવાની કે એનું વિજેતાપદ માત્ર એના કલાના બાહુબળ પર આધારિત નથી. એના વિજેતાપદમાં અનેક સાથીઓ અને સહકાર્યકરોનો સહયોગ છે. લોકોનો સાથસહકાર સદાકાળ મળતો રહે તો એનું વિજેતાપદ ટકી રહે. આવો સાથસહકાર હંમેશા મફતમાં મળતો નથી. મોટે ભાગે સાથસહકારના બદલામાં આર્થિક લાભ કે મહેનતાણું ચૂકવવામાં આવે છે. પરંતુ હંમેશાં પૂરતું નથી હોતું. પેટનો ખાડો, આજીવિકા, પોતાના આશ્રિતોનું લાલનપાલન અને ભૌતિક સુખસુવિધાઓ માણસની પાયાની જરૂરિયાતો છે. સંતોષાય ત્યાં સુધી માણસ કામ કરતો રહે. પરંતુ કામમાં ઘણી વાર જોઈએ તેવી બરકત આવતી નથી. એનું કારણ છે કે માણસને ભૌતિક જરૂરિયાતોથી પણ વિશેષ કશાકની જરૂર પડે છે. સંતોષવામાં આવે તો એના કામમાં ઓર નિખાર આવે છે. જરૂરિયાત અહમ્ તૃપ્તિની છે. માણસના હંની તૃપ્તિ પ્રશંસાથી થાય છે. ક્યારેક લાખ રૂપિયાનું ઇનામ જે કામ નથી કરી શકતું પ્રશંસાના બે શબ્દો કરી જાય છે.

પોતાની પ્રશંસા સાંભળવી ગમે એવો કોઈ માણસ ભાગ્યે જ આ દુનિયામાં હશે. મનોવિજ્ઞાનીઓ વિલિયમ જેમ્સ અને ડૉ. ડેવીએ અનેક અભ્યાસો પરથી એવું તારણ આપ્યું છે કે દરેક માણસ કોઈ પણ કામ કરતી વખતે જે બદલાની અપેક્ષા રાખે છે એમાં ભૌતિક લાભ ઉપરાંત પ્રશંસા અને સરાહનાનો પણ સમાવેશ થઈ જાય છે. ડૉ. સિગ્મંડ કે ફ્રોઈડ કહેતા હતા કે પ્રશંસાથી થતી હંની તૃપ્તિ પ્રેરણાનું ઝરણું બની જાય છે. ડૉ. અબ્રાહમ મેસ્લોએ કરેલી સિધ્ધિપ્રેરણાની વાતના મૂળમાં પણ વાત જોવા મળે છે. વિલિયમ જેમ્સ તો એટલે સુધી કહે છે કે કોઈ પણ કામનો ગમે એટલો બદલો મળે, છતાં પ્રશંસા કે સરાહના થાય ત્યાં સુધી માણસને કામ કર્યાનો આનંદ કે સંતોષ પૂરેપૂરો પ્રાપ્ત થતો નથી.

જેમ જેમ કોઈ પ્રશંસા કરે તેમ તેમ પ્રશંસાની ભૂખ વધતી જાય છે. કેટલાક આને પ્રશંસાનું નકારાત્મક પરિણામ ગણે છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. હકારાત્મક રીતે જોઈએ તો પ્રશંસા સાંભળનારને પ્રશંસાની ભૂખ વધતી હોવાથી વધુ પ્રશંસા થાય એવું કામ કરવાની એને પ્રેરણા મળે છે. શાળામાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીને શિલ્ડ, ટ્રોફી કે ઈનામ આપવામાં આવે છે, જેથી એને પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે મહેનત કરવાની પ્રેરણા મળે છે. લશ્કરના અફસરો અને સેનાપતિઓ કે સૈનિકોને પણ એમની કામગીરી માટે ઈનામઅકરામ અને ખિતાબો આપવામાં આવે છે. એનાથી એમનો ઉત્સાહ વધે છે અને એમની સમર્પણ ભાવનાનો પારો ઑર ઊંચે ચડે છે.

મનોવિજ્ઞાનીઓ પ્રશંસાને સ્ટ્રોકકહે છે. સ્ટ્રોક એટલે કે સ્પંદન એક પ્રકારનું આંદોલન સર્જે છે, જે વધુ સારા કામની પ્રેરણા પૂરી પાડે છે. સાવ નાના બાળકને પણ સ્પંદનની જરૂર અનુભવાય છે. બાળકને થાબડવું, ચૂમવું, એના માથે હાથ ફેરવવો પણ એક સ્પંદન છે. મનોવિજ્ઞાનીઓએ એક અભ્યાસમાંથી એવું તારણ આપ્યું છે કે બિલકુલ પ્રશંસા કે સ્પંદન નહિ મેળવનાર બાળક શારીરિક ખોડનો શિકાર બને છે. આવાં કેટલાંક બાળકો કરોડરજ્જુમાંથી વાંકા વળીને ખૂંધા બની ગયાં હતાં. એનો અર્થ એવો કરી શકાય કે સ્પંદન કે પ્રશંસા ટટ્ટાર ઊભા રહેવા માટેનું પીઠબળ બની જાય છે. આપણે નવું શર્ટ પહેર્યું હોય અને કોઈ એની નોંધ લે કે શર્ટનાં વખાણ કરે તો નવું શર્ટ પહેર્યાનો આનંદ મળતો નથી. કેટલાક માણસો એવી ઘરેડના વાતાવરણમાં ફસાઈ જતા હોય છે કે એમને સ્પંદન કે પ્રશંસા મળતાં નથી. એમની ભૂખ અતૃપ્ત રહે છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે આવા માણસો વારંવાર બીમાર પડી જાય છે અને ક્યારેક તો અર્ધપાગલ જેવા લાગે છે. કેટલીક વાર સ્પંદન અને પ્રશંસાનો અભાવ એટલી હદે મનોદબાણ સર્જે છે કે માણસ પોતાના તરફ ધ્યાન ખેંચવા માટે ગુનાઈત પ્રવૃત્તિ તરફ વળી જાય છે.

પ્રશંસા અને સ્પંદન ભૌતિક રીતે સાવ સસ્તી છતાં માનસિક રીતે બહુ મૂલ્યવાન ચીજ છે.

અમેરિકન મનોવિજ્ઞાનીઓના એક જૂથે જેલના કેદીઓના અભ્યાસમાંથી તારણ મેળવ્યું હતું. બીજા એક અભ્યાસમાં હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પણ સ્પંદન અને પ્રશંસાની ભૂખથી પીડાતા માલૂમ પડયા હતા.

ડેલ કાર્નેગીએ પણ પ્રશંસાના મૂલ્યો પર ભાર મૂકયો છે. એમણે તો કેટલાક સામાન્ય છતાં મહત્ત્વના નુસખા પણ બતાવ્યા છે. આવો એક નુસખો જન્મદિને કે લગ્નતિથિએ અભિવાદનનો છે. મિત્ર કે સ્નેહીજનને એનો જન્મદિન કે લગ્નતિથિ યાદ કરીને એને ફોન કરવાથી કે કાર્ડ મોકલવાથી એને જે આનંદ થતો હોય છે તો અનુભવે સમજી શકાય. પોતાના જીવનનો મહત્ત્વનો દિવસ બીજા કોઈકને યાદ છે જેવા તેવા સંતોષની વાત નથી. કોઈ માણસને કોઈક સિદ્ધિ મળે ત્યારેય એને અભિનંદન આપવાથી એને સિદ્ધિ બેવડાતી હોય એવો અનુભવ થાય છે. સિદ્ધિ કે સફળતા તો બાજુએ  છે, નાના અમથા કામની પ્રશંસા પણ જુદું પરિણામ લાવે છે. ઘણી વાર આપણે રોજિંદી  બાબત બની જાય ત્યારે પ્રશંસા કરવાનું જરૂરી માનતા નથી. પત્ની દરરોજ ચા બનાવે તો દરરોજ થોડું કહેવાનું કે, ‘આજે ચા સરસ થઈ છે?’, આપણે આવી દલીલ કરી નાંખીએ છીએ. આપણને ખબર નથી કે પત્ની ચા બનાવે છે કે રસોઈ કરીને જમાડે છે ત્યારે પ્રશંસાના બે શબ્દોની હંમેશા અપેક્ષા રાખતી હોય છે. બે શબ્દોથી એને જે સાર્થકતાનો અનુભવ થાય છે અવર્ણનીય હોય છે. પ્રશંસાના બે શબ્દો જીવંતતા લાવી દે  છે. પ્રશંસા થાય તો કોઈ પણ કામ એક શુષ્ક ફરજ જેવું અને યાંત્રિક બની જાય  છે.

પ્રશંસા અને ખુશામતખોરી વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. પ્રશંસા કરતી વખતે ભેદરેખા ઓળંગાઈ જાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. ખુશામતથી દાચ તત્કાળ લાભ થઈ જાય, પરંતુ લાંબે ગાળે એની વિપરીત અસર થતી હોય છે. પ્રશંસા અને ખુશામત વચ્ચે પાયાનો તફાવત છે કે પ્રશંસા સાચાં વખાણ છે અને ખુશામત ખોટાં કે અતિશયોક્તિભર્યા વખાણ છે. પ્રશંસામાં સદ્ભાવ હોય છે, જ્યારે ખુશામત સ્વાર્થપ્રેરિત હોય છે. ખુશામતનું એવું છે કે માણસને ગમે તો છે, પરંતુ એને સમજાઈ જાય છે કે ખોટાં વખાણ થઈ રહ્યાં છે અને એની પાછળ સ્વાર્થ કામ કરી રહ્યો છે. આથી એમાં લાંબાગાળાનો સદ્ભાવ પ્રગટતો નથી.

એનો અર્થ એવો નથી કે આપણે હંમેશાં પ્રશંસા કરતા રહેવું અને કદી કોઈની ટીકા કે આલોચના કરવી. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ટીકા કે આલોચના કરવા પાછળનો આશય સામી વ્યક્તિને ઉતારી પાડવાનો કે અપમાનિત કરવનો હોય ત્યારે દુર્ભાવ પેદા કરે છે. ટીકાટીપ્પણી શુભાશયથી કરવામાં આવી છે એટલું વ્યક્ત થવું જોઈએ. મનોવિજ્ઞાન કહે છે કે પ્રશંસા, ટીકા કે કશું કરવા કરતાં ટીકા કરવી પણ સારી. સાવ સ્પંદન આપવું એના કરતાં નકારાત્મક સ્પંદન પણ આપવું. સવાલ ટીકા કે નકારાત્મક સ્પંદનની પધ્ધતિનો છે. આવું નકારાત્મક સ્પંદન શરતી હોય તો એની સરવાળે વિધાયક અસર પણ પડતી હોય છે. પરીક્ષામાં બીજા નંબરે પાસ થનાર બાળકને એમ પણ કહી શકાય કે, ‘બે માર્ક માટે પહેલો નંબર ગુમાવીને તારે ડૂબી મરવું જોઈએ વાત રીતે પણ કહી શકાય કે, ‘બે માર્કનું અંતર તારા માટે બહુ કહેવાય. બે માર્ક વધુ આવ્યા હોત તો તું શ્રેષ્ઠ સાબિત થયો હોત!’

પ્રશંસા અને સ્પંદન ભૌતિક રીતે સાવ સસ્તી છતાં માનસિક રીતે બહુ મૂલ્યવાન ચીજ છે. આપણે એને માટે કોઈ ખર્ચ કરવો પડતો નહિ હોવા છતાં આપણે એમાં કંજૂસાઈ કરીએ છીએ. ક્યારેક આપણા પ્રશંસાના બે શબ્દો સામા માણસને કેટલી તાકાત વડે ભરી દે છે એનો અંદાજ આપણને આવતો નથી. કેટલાક માણસો પ્રશંસા કે સરાહના કરવાની વૃત્તિને પોતાના વ્યક્તિત્વનો એક ભાગ બનાવી દે છે. વલણ જીવનના વિવિધ વ્યવહારોમાં ખૂબ ઉપયોગી થાય છે.

મિત્ર પરેશ પંડયા મનોવિજ્ઞાનના અભ્યાસી છે અને એમણે આવું જ વલણ વિકસાવ્યું છે. એમનો એક પ્રસંગ નોંધવા જેવો છે. એક વાર તેઓ બસમાં મુસાફરી કરતાં હતા. બસનો ડ્રાઈવર ખૂબ કુશળતાથી બસ ચલાવતો હતો. બસમાં બેઠેલા મુસાફરો પણ અંદરોઅંદર વાત કરતા હતા કે ડ્રાઈવર છે હોંશિયાર. બે-અઢી કલાકે બસ એના મુકામે પહોંચી. બધા જ મુસાફરો પોતપોતાના રસ્તે પડયા. પરંતુ પરેશ પંડયા ઊતરીને ડ્રાઇવર પાસે ગયા અને એના ખભે હાથ મૂકી કહ્યું, “ભાઈ, તમે ખૂબ જ સરસ ડ્રાઈવિંગ કરો છો. મેં બહુ ઓછા આવા ડ્રાઈવરો જોયા છે. બસમાં બધા જ તમારી પ્રશંસા કરતા હતા. હું તમારા જેવો જ એક સામાન્ય માણસ છું. મારા તરફથી આ અગિયાર રૂપિયા સ્વીકારશો તો મને આનંદ થશે. તમારાં બાળકો માટે આમાંથી ચોકલેટ લેતા જજો!’ ડ્રાઈવરની આંખમાં આવી ગયાં. એ ગળગળો થઈને ઊભો રહી ગયો. એ અગિયાર રૂપિયા એના માટે અગિયાર લાખથી વધુ હતા. એને એનું ડ્રાઈવર હોવાનું પણ એ દિવસે સાર્થક લાગ્યું હશે.

           એક ઉર્દૂ કવિની પંક્તિ યાદ આવે છે:

                          “મૈંને યૂં હી મજાક મેં ઉનકો કહા થા ચાંદ,

                           આઈના બાર બાર કોઈ દેખતા રહા.”

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: