૧૨. સમો ભણે તે પંડિત!

Who learns Time is Pandit!

સિકંદરના વિશ્વ વિજેતાપદનાં અનેક રહસ્યો હતા. ઇસવીસનની પહેલી સદીમાં પ્લુટાર્કે લખેલી સિકંદરની જીવનકથામાં આમાંનાં ઘણાં રહસ્યો છતાં થાય છે. પ્લુટાર્કે સિકંદરના વ્યક્તિત્વમાં વણાઈ ગયેલી એક અત્યંત મહત્ત્વની ખૂબી પર ઘણો પ્રકાશ ફેંકયો છે. પ્લુટાર્કે કહે છે કે, સિકંદરનું સમયભાન ઉત્કૃષ્ટ કક્ષાનું હતું. સમયની કિંમત ખૂબ સમજતો હતો. સમયનું શ્રેષ્ઠ આયોજન કરી શકનાર સફળ થાય છે અને વિજયી બને છે વાત સિકંદરના જીવનમાંથી ફલિત થાય છે. આપણામાં કહેવત છે કેસમો ભણે તે પંડિત.’ જે સમયને ઓળખી શકે નહિ, એણે નિષ્ફળ જવા માટે જરાય મહેનત કરવી પડતી નથી.

જે સમયની કદર કરે છે, સમય તેની કદર કરે છે.

મેનેજમેન્ટ યાને વહીવટનું શાસ્ત્ર કહે છે કે જે વસ્તુ પર તમારો કાબૂ નથી કે જે ચીજ તમને હાથવગી નથી એનો તમે વહીવટ કરી શકો નહિ. સમય પર કદી કોઈનો કાબૂ હોતો નથી અને સમય કોઈના હાથમાં રહેતો નથી. સતત વહેતો અને સરકતો જાય છે. દ્રષ્ટિએ જોઈએ તો સમયનો વહીવટ કરવાની એટલે કે ટાઈમ મેનેજમેન્ટની વાત તદ્દન વાહિયાત લાગે છે. છતાં આપણે સમયનો વહીવટ કરવો પડે છે. સમયનો વહીવટ યોગ્ય રીતે થાય તો સફળતા મળે છે. સમયને બરાબર ઓળખ્યા વિના કરાતું કામ વિપરીત પરિણામ આપે છે. ખુદ સિકંદરને આનો અનુભવ થયો હતો. નેપોલિયનને રશિયામાં પીછેહઠ સહેવી પડી એની પાછળ પણ ણે સમયને ઓળખવામાં ખાધેલી થાપ વાબદાર હતી.

ભર્તૃહરિએ લખ્યું છે કે સમય નથી વહેતો, આપણે વહીએ છીએ. અહીં દ્રષ્ટિભેદ જ છે. ખરેખર તો સમયની સાથે સાથે જ આપણે પણ વહી જઈએ છીએ. ગયેલો સમય કદી પાછો આવતો નથી. આપણે જીવનના જે મુકામ વટાવી ગયા છીએ એની માત્ર સ્મૃતિ જ રહે છે. આવે વખતે સમય છૂટી ગયો કે આપણે છૂટી ગયા એનો વિચાર કરવા બેસીએ તો મૂંઝાઈ જવાય છે. સાચી વાત કદાચ એ છે કે આપણા જન્મથી મૃત્યુ સુધી આપણને સમયનો ચોક્કસ જથ્થો મળ્યો હોય છે. બેંકમાં આપણાં ખાતામાં ચોક્કસ રકમ જમા થઈ જાય અને આપણે એમાંથી જે નિર્વાહ કરવાનો થાય એવું જ સમયની બાબતમાં પણ છે. રૂપિયા-પૈસાનું તો એવું છે કે બૅંક-બેલેન્સ ઘટી જાય તો આપણે બીજા કમાઈ લઈએ, ઊછીના લાવીએ કે કોઈનો વારસો આપણને મળી શકે. સમય કમાવાતો નથી, ઊછીનો લવાતો નથી કે કોઈ વારસામાં આપતું નથી. નસીબજોગ મળતી કોઈ એક બાબત હોય તો તે સમય જ છે. આપણે ન ખર્ચીએ તો આપમેળે ખર્ચાઈ જાય છે. કોઈ માણસ લખપતિ હોય, છતાં એને રૂપિયા ખર્ચતાં ન આવડે તો એની જીવનશૈલી ભિખારી જેવી જ દેખાય. ઓછી આવક હોવા છતાં કેટલાક માણસો ખૂબ વૈભવી રહેતા હોય છે. એ બધો આયોજનનો જ પ્રતાપ હોય છે.

સમયનું પણ એવું છે. સમય ખર્ચતાં આવડે તો માલામાલ થઈ જવાય. નહિતર હાલહવાલ. આપણને જે સમય મળ્યો હોય છે એનો સમજપૂર્વક ઉપયોગ કરવાની એક આખી વૈજ્ઞાનિક પધ્ધતિ છે. સૌથી પહેલાં તો સમયને સમજવો અને ઓળખવો પડે. પછી સમય પ્રત્યે સતત જાગ્રત રહેવું પડે. પછી સમયનું આયોજન કરવું પડે. આયોજન પ્રમાણે સમયનો ઉપયોગ થાય છે કે નહિ એનું સતત મૂલ્યાંકન પણ કરતા રહેવું પડે અને ક્ષતિઓ સુધારવાની તત્પરતા દાખવવી પડે. તમામ બાબતોને એક પછી એક વિચારવા જેવી છે.

જીવન – સમય અને સક્રિય – સમય

આપણા જીવનમાં આપણને જે કંઈ સમય મળે છે એને બે ભાગમાં વહેંચી શકાય. એક ભાગને આપણે ‘જીવન સમય’ કહીએ અને બીજા ભાગને ‘સક્રિય સમય’ કહીએ. ધારો કે ૬૦ વર્ષનું આયુષ્ય છે, તો એમાં ૬૦ વર્ષ ‘જીવન સમય’ છે. પરંતુ એ ‘જીવન સમય’ દરમિયાન આપણે ચોક્કસ હેતુઓ સાથે કરાતી પ્રવૃત્તિઓ પાછળ જે સમય ખર્ચીએ છીએ, એને ‘સક્રિય સમય’ કહેવામાં આવે છે, એમાં ચોક્કસ વધારો થઈ શકે છે. બીજી રીતે જોઈએ તો આપણને મળતા સમયમાં એક સમય સતત ‘વાર્ધક્ય’ તરફ દોરી જાય છે તો બીજો ‘વિકાસ’ તરફ દોરી જાય છે. વાર્ધક્ય અને વૃધ્ધિના આ બન્ને સમય એકબીજાથી વિરુધ્ધ છે. ગ્રાફની રીતે જોઈએ તો વાર્ધક્યનો ગ્રાફ નીચે ઊતરે છે અને વૃધ્ધિનો ઉપર ચડે છે. એ પ્રમાણે આપણી પાસે એક સમય સ્વ-વિકાસનો છે તો બીજો સામાજિક-વિકાસનો છે. થોડુંક વિચારતાં સમજાશે કે સ્વ-વિકાસ માટે આપણી પાસે વધુ સમય રહે છે, સામાજિક વિકાસ માટે ઓછો પડે છે.

સમયનું મહત્ત્વ સમજી લેવા માત્રથી વાત પતી જતી નથી, બલકે શરૂ થાય છે. પસાર થતી પ્રત્યેક ક્ષણ તરફ જાગ્રત નજર રાખવી જરૂરી બની જાય છે. એટલું યાદ રાખવું પડે કે હાથમાંથી જે ક્ષણ ગઈ તે ગઈ, પાછી નથી આવવાની. પરંતુ હવે પછી આવનારી બધી ક્ષણો આપણી છે. એટલે હયાત ક્ષણનો ભરપૂર ઉપયોગ કરી લેવો ઇષ્ટ છે. હાથમાં રહેલી ક્ષણ થોડી વાર પછી ભૂતકાળ બનવાની છે અને થોડી વાર પહેલાં ક્ષણ આપણા માટે ભવિષ્ય હતી. એટલે હાથમાં રહેલી ક્ષણને વેડફનાર ભૂતકાળ અને ભવિષ્ય બન્નેને વેડફે છે.

સમયને ઓળખવામાં હજુ પણ આપણે બીજી અનેક રીતે થાપ ખાઈ જઈએ છીએ. મોટે ભાગે તો આપણો સમય નાહક વેડફાઈ રહ્યો છે વાતનો આપણને પૂરતો અહેસાસ હોતો નથી. ઘણા માણસો એવી ફરિયાદ કરતા હોય છે કે સમય બહુ બરબાદ થઈ ગયો, જાણે જિંદગી એળે ગઈ. આવી આંતરસૂઝ પ્રગટે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આવે વખતે પણ માણસ વસવસો કરીને કે ફરિયાદો કરીને હાથમાં રહેલી ક્ષણો વેડફવાનું તો ચાલુ રાખે છે. વહી ગયેલા સમયનો અફસોસ આપણને ઑર પાછળ રાખે દે છે. આવનારા સમય તરફ ઉત્સાહભરી નજર કશુંક આપી શકે છે. હમણાં એક લેખ વાંચવા માળ્યો, જેમાં ૪૦૪૫ વર્ષની ઉંમરમાં પછી ફરી ભણવાનું શરૂ કરનાર વ્યક્તિઓની વાત હતી. વ્યક્તિઓ નાની ઉંમરમાં સંજોગોવશાત ભણી શકી નહોતી. પરંતુ એમણે વાતનો અફસોસ કર્યા કરવાને બદલે જ્યારે સૂઝયું ત્યારે ફરીથી આગળ ભણવાનું શરૂ કર્યું. એક વરિષ્ઠ પોલીસ અધિકારી ૫૮ વર્ષે નિવૃત્ત થયા. પછી એમણે એલ.એલ.બી. કરવાનું શરૂ કર્યુ. ૬૧ વર્ષે એલ.એલ.બી. કરીને એમણે વકીલાત કરી. ૭૮વર્ષની ઉંમર સુધી વકીલાતમાં સક્રિય રહ્યાં. નિવૃત્તિ પછી બેસી રહ્યા હોત તો સક્રિયતાના ૧૮ વર્ષ એમને મળ્યાં હોત ખરાં?

કેટલાક માણસો એવી દલીલ કરતા હોય છે કે સમય કયાં મળે છે? એક દિવસના નિત્યક્રમમાં આપણને ૨૪ કલાક મળે છે. ખરેખર તો ૨૪ કલાક આપણા માટે પૂરતા છે. અંગ્રેજીમાંટુ સ્ટીલ ટાઈમઅથવાટુ બાય ટાઈમએટલે કે સમય ચોરી લેવો અથવા સમય ખરીદવો વા શબ્દ પ્રયોગો થાય છે. હકીકતમાં ચોરી કે ખરીદીનો અર્થ આયોજન છે. આપણી દાનત ચોખ્ખી હોય તો સમય નથી મળતો એવી વાત કેવળ બહાનું બની રહે છે. ઘણી વાર એવું બને છે કે આપણે કોઈ પણ કામને ટાળ્યા કરીએ છીએ અને પછી વાત જયારે છેક ગળે આવી જાય ત્યારે ધોતિયું પકડીને દોટ મૂકીએ છીએ. વખતે સમય બચાવવાનો છેતરામણો પ્રયાસ કરીએ છીએ. સરવાળે આપણા હાથમાં કાં તો સદંતર નિષ્ફ્ળતા આવે છે અથવા કાચું કામ પ્રાપ્ત થાય છે.

આપણને જ્યારે કોઈક કામ સોંપવામાં આવે ત્યારે સામાન્ય રીતે ૨૦ ટકા વધુ સમય આપવામાં આવતો હોય છે. કોઈ એક કામ માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો હોય અને કામ ૪૫ મિનિટમાં થઈ શકતું હોય ત્યારે પણ આપણે એની પાછળ પૂરો એક ક્લાક ખર્ચી નાખીએ છીએ. હકીકતમાં ૪૫ મિનિટમાં કામ પતે તો ૧૫ મિનિટ આપણે બચાવી ગણાય. પંદર મિનિટનો સમય આપણે કામના મૂલ્યાંકનમાં ખર્ચીએ તો કામ જડબેસલાક બની શકે. વળી એક કલાકનો સમય મળ્યો હોય અને આપણે સવા કલાક લઈએ ત્યારે પંદર મિનિટનો વ્યય થયો ગણાય. આપણે સમયનો આવો કુલ વ્યય કેટલો કરીએ છીએ એનો હિસાબ માંડીએ તો છળી મરવું પડે!

બીજા એક ગણિત પર પણ નજર  કરવા જેવી છે. ધારો કે આપણું સરેરાશ આયુષ્ય ૬૦ વર્ષનું છે. આપણે દરરોજ સરેરાશ કલાકની ઊંઘ લઈએ છીએ. એટલે કે દિવસનો ત્રીજો ભાગ ઊંઘવામાં કાઢીએ છીએ. બે ટાઈમ જમવામાં, નહાવાધોવામાં, ગપ્પા મારવામાં કે ટી.વી. જોવામાં દિવસના બીજા કલાક એટલે કે ચોથો ભાગ, સરવાળે ૧૫ વર્ષ પસાર થાય છે. દ્રષ્ટિએ જીવનનો અડધો ઉપરાંત સમય એવો જાય છે, જેમાં આપણે રીતસર કોઈ પ્રવૃતિ કરતા નથી. એટલે સમયનું આયોજન એના સમગ્ર સ્વરૂપમાં થવું જોઈએ.

સમયની બાબતમાં કેટલીક બીજી પણ ગેરસમજો પ્રવર્તે છે. કેટલાક કહેતા હોય છે કે હું સમય કરતાં આગળ છું, તો કેટલાક એવી ફરિયાદ કરતા હોય છે કે હું સમય કરતાં પાછળ પડી ગયો છું. કોઈક વળી એવી શેખી ફટકારે છે કે હું હંમેશાં સમયની સાથે ચાલું છું. ખરું પૂછો તો ત્રણેય બાબતો અધૂરી છે. આપણે આપણા કોઈ પણ કામ કે ધ્યેય માટે બે રીતે સમય નક્કી કરીએ છીએ. એક છે પિરિયડ ઑફ ટાઈમઅને બીજો છેપોઈન્ટ ઑફ ટાઈમ.’ સહેજ આગળ વિચારીએ તો સમજાય છે કેપિરિયડ ઑફ ટાઈમના છેડેપોઈન્ટ ઑફ ટાઈમઆવે છે. એટલે ખરેખર તો એમ કહેવું જોઈએ કે આપણેપિરિયડ ઑફ ટાઈમતરફ જઈએ છીએ. એનો અર્થ કે આપણે સમય કરતાં આગળ નહિ, પાછળ નહિ, સમયની સાથે નહિ, પણ સમયની સામે ચાલીએ છીએ. પરીક્ષા નજીક આવે છે એમ કહેવાને બદલે આપણે પરીક્ષાની નજીક જઈએ છીએ એમ કહેવું જોઈએ. તૃહરિની વાત અહીં સાચી લાગે છે.

ટાઈમ મેનેજમેન્ટના નિષ્ણાતો એવી સલાહ આપે છે કે સફળતા પ્રાપ્ત કરવા માટે પોઈન્ટ ઑફ ટાઈમ નક્કી કર્યા પછી પિરિયડ ઑફ ટાઈમને સંકોચવો જોઈએ. થોડીક વધુ ચિંતા ધરાવતા કે ચોકસાઈવાળા માણસો આવું કરતા જોવા મળે છે. દાખલા તરીકે કેટલાક માણસો ટ્રેન, બસ કે પ્લેનના સમય કરતાં વહેલા સ્ટેશને પહોંચી જતા હોય છે. પરીક્ષા હોય કે ઇન્ટરવ્યૂ આપવાનો હોય ત્યારે પણ પંદર મિનિટ કે અડધો કલાક વહેલા પહોંચવા તેઓ મથામણ કરતા હોય છે. આપણો અનુભવ છે કેબિફોર ટાઈમની પધ્ધતિ એક પ્રકારની હળવાશ આપે છે. વળી બધાં પરિબળો પર આપણો કાબૂ હોતો નથી. આથી આકસ્મિક બનતી ઘટનાઓના આક્રમણ સામે પધ્ધતિ એક બચાવ બની રહે છે. રાત્રે ૧૦૧૦નો ગુજરાત મેલ પકડવા આપણે વાસણાથી બરાબર ૫૦ કલાકે નીકળીએ તો ૨૦ મિનિટમાં સ્ટેશન પહોંચી તો શકાય, પરંતુ સરદાર બ્રિજ પર કે જમાલપુર નાકે ટ્રાફિક જામ હોય અને દસ મિનિટ આપણે ભરાઈ પડીએ તો? પરંતુ વાસણાથી ૩૦ કલાકે નીક્ળી ગયા હોઈએ તો ટ્રાફિક જામ વખતે બ્લડપ્રેશર અવશ્ય કાબૂમાં રહે. આવોબિફોર ટાઈમપાછળ ખર્ચેલો સમય વેડફાયો છે એમ કોઈ માને તો ભૂલભરેલું છે. અલબત્ત, આવા વધારાના સમયનો પણ ઉપયોગ કરી શકાય છે. ઘણી વાર એક કામની વચ્ચે મળતો સમય એમને એમ વેડફાઈ જતો હોય છે. સમયને પણ કામે લગાડી શકાય છે. સિકંદર આવું કરતો હતો. યુધ્ધ ખેલવા નીકળે ત્યારેય પુસ્તકો સાથે રાખતો. એના ઓશિકે પુસ્તક તો હોય . રાત્રે આરામની પળોમાં થોડાંક પાનાં વાંચી લેતો. પણ સમયના આયોજનનું પરિણામ હતું.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

1 comment

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: