૧૯. મોકળાશ: સફળતાની OBCD!

19. Openness – OBCD of Success!

સામાજિક સંબંધોની અનિવાર્યતા અને ઉપયોગિતા વિષે જેટલું કહીએ એટલું ઓછું પડે. છતાં ફરી ફરીને એક વાત કહેવાની થાય છે કે આપણે જેને સમાજ કહીએ છીએ ભલે દેખીતી રીતે વિશાળ હોય, પરંતુ આપણા માટે તો આપણો સમાજ પ્રમાણમાં ઘણો નાનો છે અને આપણે ધારીએ તો સમાજ સાથેની આપણી આંતરક્રિયાને પણે સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી શકીએ છીએ. આવા સંબંધો માટે માણસ પોતે જાગૃત હોય અનિવાર્ય છે. જે સતત જાગ્રત રહે છે એને વિજય વરે છે. વિશ્વવિજેતા સિકંદરના જીવન પર નજર  કરીએ તો એનામાં જાગૃત વર્તનના અપરંપાર પુરાવા મળે છે. પોતાના દરેક વર્તનને જાગૃત રીતે મૂલવતો હતો, પોતાની સફળતા અને નિષ્ફળતાનાં લેખાંજોખાં પણ તપાસતો હતો અને પોતાના સંબંધોને પણ જાગૃત રીતે સાચવતો હતો. સંબંધોની દુનિયામાં જાગૃતિનો અર્થ થાય છે વ્યક્તિત્વની મોકળાશ અને ખુલ્લાપણું. પોતાના વ્યક્તિત્વને એક અદ્રશ્ય કોશેટામાં પૂરી દઈને જીવનાર સામાજિક રીતે સુષુપ્તાવસ્થામાં સરકી પડે છે. મોકળાશ અને ખુલ્લાપણું વિકસાવવા માટે અને આત્મસાત કરવા માટે માણસે સતત પોતાની જાતને અદ્રશ્ય અરીસા સામે ઊભી રાખીને જોવી પડે છે. મોકળાશનો પાયો નિખાલસતા અને પૂર્વગ્રહશૂન્ય વર્તન છે. માણસ નવે નવ ગ્રહો પર વિજય મેળવશે, પરંતુ દસમા ગ્રહ યાને પૂર્વગ્રહ પર સંપૂર્ણ વિજય મેળવવા વિષે શંકા રહે છે. એથી એમ કહેવું જોઈએ કે મોકળાશ અનુભવવા માટે શક્ય તેટલા ઓછા પૂર્વગ્રહોનાં વળગણો જરૂરી છે.

Photo by meo on Pexels.com પોતાની જાતને ઓળખવા મગજના દરવાજા ખોલવા પડે છે.

       આપણે આપણા વર્તન અંગે પૂરતા જાગ્રત નથી હોતા અને એથી ઘણી વાર આપણને આપણા વ્યવહારોમાં સર્જાતી ગરબડોનો અહેસાસ થતો નથી. વ્યક્તિત્વમાં મોકળાશ હોય તો ગરબડો તરત પરખાઈ જાય છે એટલું નહિ, એમાંની ઘણી બધી ટાળી પણ શકાય છે. વ્યક્તિત્વ મોકળું બને તો એના કેવા કેવા ફાયદા થાય છે વિષે જરા વિચારવા જેવું છે. વ્યક્તિત્વને જાગૃત બનાવવા તથા એમાં મોકળાશ લાવવા માટે મનોવિજ્ઞાનીઓએ એક સરસ સાધન પૂરું પાડયું છે. વ્યક્તિત્વવિકાસના અનેક કાર્યક્રમોમાં સાધનનો પ્રયોગ સમજાવ્યા પછી અનેક લોકોએ એના ફાયદાની નોંધ લઈને એનો સ્વીકાર કર્યો છે. જોઝ લુફ્ત અને હેરી ઈંગહામ નામના બે વર્તનમનોવિજ્ઞાનીઓએ વિકસાવેલા સાધનને બન્નેના નામ પરથીજોહરી વિન્ડોએવું નામ આપવામાં આવ્યું છે. બન્ને મનોવિજ્ઞાનીઓ કહે છે કે આપણું વ્યક્તિત્વ ચાર પ્રકારની બારીઓ ધરાવે છે. એક બારી બારોબાર ખુલ્લી છે, એક બારી આંધળી છે, એટલે કે એમાં બહારથી ડોકિયું કરીને જોઈ શકાય છે, પરંતુ અંદરથી બહાર દેખાતું નથી. ત્રીજી બારી બંધ છે. એમાંથી તો બહાર કશું દેખાય છે કે તો બહારથી અંદર કશું દેખાય છે. ચોથી બારી ખરેખર તો બારી નથી. ત્યાં નર્યો અંધકાર છે. બારીની જગ્યા છે, પણ જાણે ત્યાં એક મજબૂત દીવાલ ચણી લેવાઈ છે.

       ચારેય બારીઓના આર્કિટેકચરને હજુ વિગતે સમજવા જેવું છે, એક વાત સ્પષ્ટ છે કે ચારેયમાંથી પહેલી બારોબાર ખુલ્લી રહેતી બારી દેખીતી રીતે વધુ આવકાર્ય અને સ્વીકાર્ય બને છે, કારણ કે એમાંથી હવા અને પ્રકાશની અવરજવર  થઈ શકે છે અને અંદરબહાર સહેલાઈથી જોઈ પણ શકાય છે. આપણા વ્યક્તિત્વમાં આવી ચારચાર બારીઓ બનતી હોઈ સ્વાભાવિક રીતે જે ખુલ્લી બારીને બહુ ઓછી જગ્યા મળે છે. એટલે દીવાલો ફરી તોડીને ખુલ્લી બારી માટે વધુ જગ્યા ફાળવી એક માત્ર ઈલાજ રહે છે. અલબત્ત, આવી તોડફોડ માટે પરિશ્રમ કરવો પડે અને શક્તિ પણ ખર્ચવી પડે.

      હવે બારીઓ કેવી રીતે રચાય છે એની વાત કરીએ. જગતમાં સૌથી સંકુલ કોઈ પ્રાણી હોય તો તે માણસ છે. માણસે માણસને ઓળખવાનું એટલું કઠિન છે કે ખુદ માણસ પોતાની જાતને પણ પૂરેપૂરી ઓળખી શકતો નથી. પરંતુ એનો અર્થ નથી કે માણસે પોતાની જાતને ઓળખવાના પ્રયાસોમાં સાવ હાથ ધોઈ નાખવા. માણસ પોતાના સંજોગો, ઉછેર, વિચારો, મનોવલણો, ગમાઅણગમા, ગ્રહોપૂર્વગ્રહો, લાગણીઓ, શક્તિઓ અને મર્યાદાઓ, ઈચ્છાઓ અને આકાંક્ષાઓ વગેરે અંગે સભાન બને તો પોતાની જાતને ઘણે અંશે ઓળખી શકે. આમ તો આપણા દરેક વર્તનની પાછળ જાગૃત ઉપરાંત અર્ધજાગૃત મનની પણ અસર હોય છે. થી ઘણી વાર આપણને ખુદને આપણું વર્તન સમજાતું નથી હોતું. પરંતુ આપણે ખુદ આપણા વર્તનને સમજી શકતા નથી એટલી સમજ તો પડવી જોઈએ. હિસાબે જોઈએ તો માણસ ભલે પોતાની જાતને પૂરેપૂરી  ઓળખી શકે, પરંતુ થોડીક તો અવશ્ય ઓળખી શકે. પોતાના વ્યક્તિત્વની ઓળખાણ કેટલી થઈ નક્કી કરવા માટે કોઈ ફૂટપટ્ટી કે થર્મોમિટર નથી હોતું. એટલે આપણે એનો અંદાજ લગાવવાનો રહે છે. ધારો કે આપણે આપણી જાતને ૪૦ ટકા ઓળખી શક્યા છીએ. હવે વાતને આકૃતિમાં મૂકીએ. અહીં આપેલી સીધી લીટી આપણું સમગ્ર વ્યક્તિત્વ છે. લીટીના દસ ભાગ કરીને ચાર ભાગ પર લખીએ, “હું મને ઓળખું છું.”

આકૃતિ ૧.

તમે તમને જેટલા ટકા ઓળખતા હો તે મુજબ લીટી ઉપર ઊભી લીટી દોરવાની છે.

    ચાર ભાગ મારી પોતાની ઓળખાણના હોય તો દેખીતી રીતે ભાગ એટલે કે ૬૦ ટકા હું મને નથી ઓળખતો. વ્યવહાર જગતમાં આપણે આપણી જાત વિષે જાણીએ એટલું પૂરતું નથી. આપણે જેમની સાથે લેવા દેવા છે એવા લોકો પણ આપણા વ્યક્તિત્વ વિષે કેટલુંક જાણતા હોય જરૂરી ગણાય. આપણે આપણાં માતાપિતા, પતિપત્ની, પુત્રપુત્રી, પડોશી, સહકાર્યકરો વગેરે સાથે સતત લેવાદેવા હોય છે. તેઓ આપણા વિષે થોડુંક જાણતા હોય જરૂરી ગણાય. કેટલાક માણસો બીજાઓને પોતાના વિષે બહુ જાણવા દેતા નથી. કેટલાક નિખાલસતાથી પોતાની જાતને ખુલ્લી કરી દે છે. હવે ઉપરની આકૃતિને સાંકળીએ. આપણી જાત માટે આડી લીટી છે. એવી બીજાઓ માટે ઊભી લીટી દોરીને પ્રમાણે નક્કી કરીએ. ધારો કે એય ૪૦ કા છે:

આકૃતિ ૨.

એવી જ રીતે બીજી વ્યક્તિ તમને કેટલા ટકા ઓળખે છે તેના અંદાજ મુજબ બીજી લીટી પર નિશાન કરવાનું છે.

     પોતાને ચા ગળી ભાવે છે કે મોળી એની પત્નીને તો ખબર હોવી જોઈએ. પતિ આટલી વાત પણ પત્નીને જાણવા દે તો પત્ની સારી ચા બનાવી શકે નહિ અને પતિને સારી ચા માણવા મળે નહિ. હવે પરસ્પરની જાણકારીને કેવી અસર થાય છે જોઈએ. બીજી આકૃતિના છેડા મેળવીએ. ચાર ચોરસ બને છે.

આકૃતિ ૩.

બંને લીટીના ખૂણાઓ મેળવી દેવાથી આવો ચોરસ બનશે.

     ચારેય ચોરસને આપણે O,B,C અને D નામ આપ્યાં છે. O ચોરસમાં એવી બાબતો છે, જેના વિષે મનેય ખબર છે અને તમને ય ખબર  છે. એટલે મારી OPEN SELF થઈ. અહીં ઘર્ષણ કે તકરાર થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

       B ચોરસમાં એવી બાબતો છે, જેમાં મને મારા વિષે ખબર નથી, પણ તમને ખબર છે. એનો અર્થ કે હું મારા વિષે અંધ છું. પરિણામે મને સામા માણસનું વર્તન સમજાતું નથી અને એનાથી ઘર્ષણ થાય છે. મારી BLIND SELF થઈ.

      C ચોરસમાં  એવી બાબતો છે જેમાં મને મારા વિષે ખબર  છે, પરંતુ તમને ખબર નથી. મતલબ કે હું બીજાઓને મારા વ્યક્તિત્વમાં ડોકિયું કરવા દેતો નથી. આથી મારી CLOSE SELF થઈ.

      છેલ્લો અને ચોથો D ચોરસ ખતરનાક છે. ત્યાં નથી મને મારા વિષે ખબર  કે નથી તમને મારા વિષે કશી જાણ. ત્યાં અંધારુંઘોર છે. એને કારણે આંધળે બહેરું કુટાવાના સંજોગો નિર્માય છે.  થઈ મારી DARK SELF

       વ્યક્તિત્વના ચાર ખાનાંની તો થઈ ઔપચારિક ઓળખાણ. સ્થિતિને બદલવા માટે શું થઈ શકે? બદલાય તો એની શું અસર થાય? સવાલ પણ વિચારવા જેવો છે. ધારો કે આપણે આપણી જાતને ઓળખવાનો સતત પ્રયત્ન કરીને ૪૦ ટકાથી ૬૦ ટકાએ પહોંચીએ છીએ. રીતે બીજાઓ પણ આપણને વધુ ઓળખે એમ કરીને પ્રમાણ ૬૦ ટકાએ પહોંચાડીએ છીએ. સંજોગોમાં આકૃતિ કંઈક આવી બને છે:

આકૃતિ ૪.

પોતાની જાતને વધુ ઓળખવાથી અને બીજાઓ સાથે મોકળાશ વધારવાથી સંબંધોનો વિસ્તાર વધે છે.

       હવે જોઈ શકાશે કે આટલા પ્રયાસોથી OPEN SELF મોટી બને છે. મજાની વાત છે કે માત્ર OPEN SELF મોટી થતાં બીજાં બધાં ખાનાં નાનાં થઈ જાય છે. સૌથી વધુ અસર DARK SELF પર થાય છે. એનો અર્થ થાય કે OPEN SELFનો વિસ્તાર થવાથી આંધળે બહેરું કુટાવાના સંજોગો એકદમ  ઘટી જાય છે.

        આદર્શ વાત છે કે આપણી OPEN SELFનો જેટલો વિસ્તાર થઈ શકે તેટલો કરવો. એનાથી જે મોકળાશ મળશે ઘણી બધી ગરબડોને ટાળવામાં મદદરૂપ થશે.

       અહીં નોંધવાની વાત છે કે બારી શાશ્વત નથી. વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે. પત્ની સાથે જે OPEN SELF હોય પિતા સાથે પણ હોય. છતાં બન્ને સાથે બન્નેના આગવા સંદર્ભે OPEN SELF વિસ્તૃત કરી શકાય.

      OPEN SELFનો વિસ્તાર આપણને આપણા જ વર્તન અંગે ખૂબ જાગૃત બનાવે છે. આપણા દરેક વ્યવહારો સરળ અને પારદર્શક બને છે.  અંગ્રેજી ભાષા શીખવા માટે જેમ પહેલાં  ABCD શીખી લેવી પડે છે એમ સ્વસ્થ વ્યવહારો કેળવવા માટે વ્યક્તિત્વની આ OBCDને ધ્યાનમાં રાખવા જેવી છે. દરેક વિજેતા માટે આ એક અનિવાર્ય સાધન છે.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: