4. No hands but Ears!
વાહન-વ્યવહારે ફેલાવી દીધેલા પ્રદૂષણના વ્યવહારનો દેખીતો શિકાર ભલે પ્રાણી અને પક્ષી જગત બનતું હોય, પરંતુ વાસ્તવમાં એનો સૌથી મોટો શિકાર તો માનવી પોતે જ બની રહ્યો છે.
તોતિંગ ટ્રકોથી માંડીને ટચૂકડાં મોપેડ પણ કાર્બન ડાયોકસાઇડ અને કાર્બન મોનોકસાઇડનું ઝેર ઓક્વામાં પાછળ નથી રહેતાં.

કેરોસીનથી ચાલતી રિક્ષાઓના ધૂમાડા આંખમાં શૂળ ભોકે છે અને તંત્રવાહકે સડક્ના કિનારે ઊભા રહી હથેળીમાં તમાકુ મસળતા મસળતા સમય પસાર કરી નાખે છે.
આ બધા જ ગુનેગારો છે. એમના હાથમાં હાથ નાંખવાનું સૌજન્ય હવે પોસાય તેમ નથી. એમના કાન પકડવા પડશે.