૬. નગર તો વસ્યું, જંગલનું શું?

6. City was established, what is about Jungle?

શહેરીકરણ વનીકરણનો નાશ નોંતરે છે.

આપણે ત્યાં આઝાદી આવી ત્યારે આપણે ટાંકણીની પણ આયાત કરતા હતા. આજે રેલવેનાં એન્જિનો અને વિમાનોની નિકાસ કરતા થઇ ગયા છીએ. ઉદ્યોગોએ દેશની સૂરત પલટી નાંખી છે એનો કોણ ઇનકાર કરશે?

પરંતુ સૂરતને પલટવા જતાં સીરત પણ પલટાઇ ગઇ છે એનું શું? વિકાસની દોટમાં આપણે જે કંઇ ગુમાવવાનું આવે એને કોમ્પેન્સેટકરવાની કોઇ વાત જ નહિ?

પોલાદ-નગરી જમશેદપુર તો જગપ્રસિદ્ધ છે. એ નગરની થોડીક વાત કરવા જેવી છે. અહીં ૨૭૦૦ કામદારો રોજી મેળવે છે. અદ્યતન પ્લાન્ટ, મજબૂત રસ્તા અને વસાહતોનો નકશો બની ગયેલા આ નગરને જોઈને કોણ માનવા તૈયાર થાય કે વીસમી સદીના આરંભે અહીં ઘનઘોર જંગલ હતું?

જમશેદપુર તો વસ્યું, પરંતુ  કુહાડી, કેન અને બુલડૉઝરોને હવાલે થઈને શહીદ થઇ ગયેલા એક જંગલનું શું?

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: