8. Tree is tree, who are we?

credit: https://www.theenvironmentalblog.org કપાયેલા આ વૃક્ષોની વેદનાની સંવેદના કોને છે?
ઊભાં ઝાડ કરવતોનો શિકાર બનતાં જ રહે છે. દર સેકંડે એક હેક્ટર જમીન નગ્ન થતી જાય છે. સરકારો બહુ મોટું વ્યવસ્થાતંત્ર ગોઠવે છે, પરંતુ જંગલ-કટાઇમાં કોઇ ફેર પડતો નથી.
પર્યાવરણ પ્રેમીઓ બૂમો પાડતા હતા અને સરકારો આંકડા ગોઠવી ગોઠવીને એમને સધિયારો પણ આપતી હતી. પરંતુ અવકાશમાં બેઠેલા ઉપગ્રહે તસવીરો માથામાં મારી ત્યારે ખરેખર ચક્કર આવવા જેવી હાલત થઇ.
દર વર્ષે ૧૫ લાખ હેકટર જમીનમાંથી જંગલોનો નાશ થાય છે. દર પાંચ વર્ષે હરિયાણા જેવા એકાદ રાજ્યના વિસ્તાર જેટલી જમીનનું કોઇક નિ:સહાય અબળાનાં ચીરની માફક હરણ થતું રહે છે.
ક્યાં સુધી કૌરવ બની ગયાનો ક્ષોભ આપણાથી દૂર રહેશે?