11. Our intentions are not good!

વન અને વનરાજીનું એક લક્ષણ એની સુંદરતા છે. પરંતુ એમની તરફ ખેંચાતી આપણી નજરો સુંદર નથી, આપણા ઇરાદા જ દૂષિત છે.
જંગલોના રક્ષણ માટે સરકાર એક આખું તંત્ર નિભાવે છે, પરંતુ એ રક્ષકોના હાથે જ જંગલોનું ભક્ષણ થતું રહે છે.
જંગલમાં વસતાં પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવા પાછળ પણ જંગલોના વિનાશની પ્રવૃત્તિનો જ મોટામાં મોટો ફાળો છે. શિકારીઓનો દૂષિત આનંદ અને ખણખણિયા કમાઈ લેવાની પાશવી ભૂખ જંગલોના મોતનું કારણ બને છે!
આ વિનાશે પ્રાણીઓનાં ઘર-બાર લૂંટી લીધાં છે. ચિત્તા જેવાં કંઈક પ્રાણીઓનું નિકંદન નીકળી ગયું છે અને બીજાં અનેક પ્રાણીઓ નિકંદનના આરે આવીને ઊભાં છે.

સુંદરવન જેવાં કેટલાંક જંગલોમાં થોડા વાઘ રહ્યા છે. પરંતુ જો આમ જ ચાલતું રહ્યું તો ચિત્તાની જેમ વાઘ પણ થોડા સમય પછી માત્ર પ્રાણી સંગ્રહાલયોમાં અને એ પછી કેવળ ચિત્રોમાં જ જોવા મળશે!
