૧૩. કુહાડી અને કવિતા!

13.  Axes and Poetry!

Credit: https://stock.adobe.com વૃક્ષ પૃથ્વી પરની કવિતા છે. વૃક્ષ વિના ધરતીની કલ્પના થઈ શકે?

કહે છે કે એક દિવસ એક માણસ પોતે જે ડાળ પર બેઠો હતો એ જ ડાળ પર કુહાડીના ઘા કરી રહ્યો હતો. એનું નામ હતું કાલિદાસ. સમય સમયનું કામ કરે છે. સમયે એ જ મૂર્ખમાણસને  મહાકવિ  કાલિદાસ બનાવી દીધો.

તરુનો બહુ આભારએવી કવિતા બાળપણમાં ભણ્યા પછી યે આપણે એનો મર્મ પામ્યા નથી. એક જ જગ્યાએ તપસ્વીની માફક ઊભું ઊભું પણ વૃક્ષ જિંદગીના આરંભથી અંત સુધી માણસ જાતનો સાથ નિભાવે છે. તો ય આપણે જંગલમાં મંગલ કરવા જંગલોને ઉજાડતા જ ગયા છીએ. પરિણામે મંગલનું  જંગલ થઇ ગયું છે.

વિનાશ કરવો સહેલો છે, સર્જન કરવું જ અઘરું છે. અઘરાં કામોની અપેક્ષા કંઇ કૂતરાં-બિલાડાં પાસે ન રખાય, એ તો માણસ પાસે જ રખાય. આપણે એ અપેક્ષા પૂરી કરીએ અને કાલિદાસમાંથી મહાકવિ નહિ તો કવિ પણ બનીએ.

કારણ કે કદાચ કુદરતે પર્યાવરણના કાગળ પર વૃક્ષ જેવી ઊંચેરી કવિતા બીજી કોઇ કરી નથી!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: