રર. ઇતિહાસની ચાદરનાં લીરાં ઊડે છે!

22. The Prestige of History Evaporates!

Source: https://in.pinterest.com
બેફામ પાણી વાપરતાં આપણે આ લોકોની વ્યથા સમજી શકીશું ખરાં?

વિકાસના નામે પર્યાવરણ પર કેવો બળાત્કાર થઈ શકે છે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે રાજસ્થાનનો માળવા પ્રદેશ.

હીંના ઈતિહાસની ગૌરવપ્રદ ચાદરનાં લીરાં ઊડી રહ્યા છે. જંગલો આડેધડ કપાતાં એની ધરતીની લીલીછમ ચુંદડી બેશરમીથી ઉતારી લેવાઈ છે. એ ચુંદડીમાંથી આ ધરતીનું શર્મિલું સ્મિત ડોકાતું હતું. એની ગોદમાં ખુશી અને આનંદ લાડકાં બાળની જેમ ખેલતાં હતાં.

હીંના ખેતરોમાં જાણે સોનું ઊગતું હતું. એના દિવસો ઉજાસથી સભર સભર હતા અને રાતો રંગથી ભરપૂર હતી. અહીંની સવારબનારસની સવારકરતાં અને સાંજઅવધની સાંજકરતાં પણ વધુ મદમાતી હતી.

પરંતુ પગલે પગલે પાણી પાતાં માળવાનું હૈયું આજે ટીપાં ટીપાં પાણી માટે તરસ્યું થઈ ગયું છે. એની મલકાતી લચકાતી કાયા રણના ઢૂવા અને ઢગલાઓમાં ફેરવાતી રહી છે. શહેર, કસ્બા અને ગામડાં ઠેર ઠેર તરડાતી ત્વચાની જેમ સુકાઈ રહ્યાં છે.

Source: https://www.worldfinance.com
પાણી માટેની આ તરસ અને હેરાનગતિ ક્યાં સુધી?

હીં ટેન્કરો અને બળદગાડાં પર સવાર થઈને પાણી આવે છે, આવતાં થોડુંક ઢોળાય છે અને ધરતીનું તરસ્યું ગળું છમકારો કરી ઊઠે છે.

આ પાણી આવે ત્યારે જ દેવાસ, ઈન્દોર, ધાર, ઝાબુઆ, રતલામ, મંદસૌર અને ઉજ્જૈન જેવાં ગામ-શહેરોની અનેક વસ્તીઓમાં ચૂલો જલે છે. પાણી માટેની આ તડપ જંગલોના વિનાશને પગલે જો માળવાની છે, તો આવતીકાલે દેશના કોઈ પણ ખૂણે આવેલા કોઇક તાળવા કે બાવળાની પણ થઈ જ શકે છે!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: