19. How many Sanctuaries?

https://www.ditismiddenzeeland.nl માનવી અને પ્રાણીઓના સહ-અસ્તિત્વને પુનઃ પ્રસ્થાપિત કરીએ.
કુદરતે તો માનવી અને પ્રાણીઓનું સહ-અસ્તિત્વ જ ઝંખ્યું છે. પરંતુ અવિચારી માનવ પોતાના વિકૃત શોખ, પાશવી આનંદ અને મેલી ભૂખને પોષવા માટે થઈને નિર્દોષ પ્રાણીઓની બેફામ કતલ કરતો આવ્યો છે. પરિણામે દુનિયાના નકશા પરથી આજે કંઇક પ્રાણીઓનું અસ્તિત્વ જ ભૂંસાવા બેઠું છે!
થોડોક સધિયારો એ વાતે મળે છે કે હવે રહી રહીને લોકો જાગ્યા, સરકારોએ આળસ મરડી છે, એને પરિણામે કેટલાંક અભયારણ્યો ઊભાં થાય છે. અભયારણ્યોની બાબતમાં આજકાલ આપણે ક્યાં ઊભા છીએ?

Periyar National Park, Kerala
ભારતમાં અત્યારે કુલ ૧૦૪ રાષ્ટ્રીય ઉદ્યાનો અને નાનાં મોટાં ૫૬૬ અભયારણ્યો છે, જે અનુક્રમે ૪૩,૧૧૬ અને ૧૨૨,૪૨૦ ચોરસ ક્લિોમીટરના વિસ્તારને આવરી લે છે. આટલી જમીન કુલ ભૌગોલિક વિસ્તારનો અનુક્રમે માત્ર ૧.૩૩ અને ૩.૭૨ ટકા ભાગ થાય છે.
(Source – https://en.wikipedia.org/wiki/List_of_national_parks_of_India વાચન તા. ૨૭/૦૫/૨૦૨૧)
આ પરિસ્થિતિથી આપણે સંતુષ્ટ છીએ ખરા?