20. Only if it hurts then he stops!
‘જીવો જીવસ્ય ભોજનમ્’ એ ભલે કુદરતનો ક્રમ હોય,પરંતુ જે જીવન બક્ષતું હોય, જીવનની રક્ષા કરતું હોય અને જીવનનું જતન કરતું હોય અને એવાં કુદરતી તત્ત્વોમાં પણ ઝેર ઘોળવાની વૃત્તિને તો કુદરતનો ક્રમ કઈ રીતે કહી રોકાય?
પાણી કુદરતની અણમોલ ભેટ છે. પાણી વિના કેવી હાલત થાય છે એ તો કોઈ રણમાં ભૂલા પડેલા કમભાગીને પૂછે તો ખબર પડે!
પૃથ્વીના ત્રણ ભાગ પર પાણી છે. છતાં આટલા મબલખ ખજાનાને આપણે જાળવી શકતા નથી. દરિયા જેવા દરિયાને પણ આપણે પ્રદૂષણના પાપમાંથી છોડ્યો નથી. દર વર્ષે ૨૫ કરોડ મેટ્રિક ટન જેટલા વિવિધ પદાર્થો દરિયામાં ભળે છે. એમાં ઘાતક અને ઝેરી રસાયણોનો તો કોઈ પાર નથી.

ડી.ડી.ટી.., ગેમેકસીન અને આલ્હીન જેવાં રસાયણો માછલીના પેટમાં થઇને માણસના પેટમાં પહોંચે છે. માતાનું દૂધ પણ ડી.ડી.ટી. ના દૂષણથી બાકાત રહ્યું નથી .
સમુદ્રની જીવસૃષ્ટિ સાથેના આ મારક ખેલ જ્યાં સુધી આપણી સંવેદનાને ખટકશે નહિ, ત્યાં સુધી એ અટકશે પણ નહિ!
